તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ખોડાઆંબા ગામે નજીવા મુદ્દે બોલાચાલીમાં પતિએ તિક્ષ્ણ હથિયારથી પત્નીની હત્યા કરી

રાજપીપલા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ- પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું
  • હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયેલા હત્યાર પતિની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ

ડેડીયાપાડા તાલુકામાં ખોડાઆંબા ગામે પતિ પત્ની વચ્ચે જમવા બાબતે સામાન્ય બોલાચાલીએ એવો વિકરાળરૂપ લીધુ હતું. જેમાં તકરારથી ઉશકેરાયેલ પતિએ તિક્ષણ હથિયાર માથામાં મારતા પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ડેડીયાપાડા પોલીસ દ્વારા પતિ સામે ખૂનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકામાં ખોડાઆંબા ગામે નવીનાગારીમાં રહેતા 20 વર્ષીય ઈશ્વર ફુલસિંગ વસાવા અને તેની પત્ની ટેડગી બેન ખેત મજૂરી કરી જીવન ગુજારતા હતા. ગત 8 જૂન 21ના રોજ ઈશ્વર વસાવા અને ટેડગી બેન બંને પતિ પત્ની વચ્ચે જમવા બાબતે તકરાર થઈ હતી અને રોજ આ કામના આરોપીએ આ કામે મરનાર તેની પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી તકરાર કરીને આ ઝઘડો કર્યો હતો.

તે વખતે ઇશ્વરભાઇ વસાવાએ પત્નીને ગાળો બોલી કોઇ હથીયાર વડે માથામાં ડાબી બાજુ તેમજ કપાળમાં જમણી આંખની ભ્રમર ઉપરના ભાગે તેમજ શરીરના ભાગે કોઇ હથિયાર વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ કામના આરોપીએ હુમલો કરતા ગંભીર ઇજાઓ થવાના કારણે પત્નીનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદ પતિનો ભાગી ગયો હતો. જેની ફરિયાદ નોંધાતા પોલીસે હત્યારાની શોધખોળના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...