તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ટીબીના દર્દી શોધી લાવનાર આશાબહેનોનું સન્માન

રાજપીપળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • भाભાસ્કર વિશેષ |નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ

ભારત દેશમાં 24 મી માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે.જર્મન વૈજ્ઞાનીક ડો.રોબર્ટ કોકે દુનીયાને ટીબી માટે જવાબદાર બેકટેરીયાની ઓળખ 24 મી માર્ચ 1882 ના રોજ કરાવી અને એટલા માટે દર વર્ષ 24 મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.નર્મદા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની અનોખી ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા કચેરીમાં રંગોળીથી સુંદર ટીબીનું સિમ્બોલ બનાવાયું હતું એ સાથે સાથે જાગૃતતા માટે વિવિધ સૂત્ર પણ લખાયા હતા.જિલ્લા ક્ષય કેન્દ્રમાં આરોગ્ય વિભાગે વિવિધ લોકોને ટીબીની બીમારીના લક્ષણો અને ટીબીની સારવાર વિશે માહિતગાર કર્યા હતા.

નર્મદા જિલ્લામાં વર્ષ 2020 દરમિયાન ટીબીના દર્દીઓને શોધી લાવી દર્દીઓની સારવાર કરાવનાર 8 આશા બહેનો શપથ લીધા હતા. નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ જિલ્લામાં ટીબીના દર્દીઓને સારવાર અપાવવા શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ઈન્ચાર્જ DTO ડો.હિરેન પ્રજાપતિ, સંદીપ દવે, ગુંજન મલાવીયા, દિલીપ વસાવા, હરદીપસિંહ ખેર, બિનતા મિસ્ત્રી, વિશાલ દેસાઈ, અક્ષય વસાવા, મહેશ પટેલ, મહેન્દ્ર સિંહ રાવલજી સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો