ભારતી આશ્રમ વિવાદ:ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદજી બિરાજમાન થાય તેવી સંતોની માગ

રાજપીપલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
રામચરણ ભારતી, સંત, ગોરા ભારતી આશ્રમ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રામચરણ ભારતી, સંત, ગોરા ભારતી આશ્રમ - ફાઇલ તસવીર
  • દેશના તમામ ભારતી આશ્રમોનું સંચાલન ગુરુ હરિહરાનંદજી બાપુ જ કરે: રામચરણ ભારતી

રાજ્યમાં ખૂબ ચર્ચિત ભારતી આશ્રમનો જમીન વિવાદને લઈને ગુમ થયેલ મુખ્ય ઉત્તરાધીકારી હરિહરાનંદજી મહારાષ્ટ્રથી મળી આવ્યા છે.તેઓને લઈને હવે તમામ આશ્રમોનું સંચાલન હરિહરાનંદજી સાંભળે તેવી સંતોની માંગ વધી છે. નર્મદાના ગરુડેશ્વરના ગોરા ગામે નર્મદા કિનારે જાણીતા સંત મહામંડલે 1008 પૂ.ભારતી બાપુનો આશ્રમ આવેલો છે. ભારતી બાપુના નર્મદા ઘાટ ગોરા,જૂનાગઢ, સરખેજ, લંબે નારાયણ, ભાગ્યભાડ ખાંભા સહિત અનેક આશ્રમોની કરોડો સંપત્તિ છે.

ઋષિ ભારતીએ ખોટું વિલ બનાવ્યું
આ સંપત્તિને લઈને વિવાદ 2021 માં ભારતી બાપુ બ્રહ્મલીન થયાના એક મહિના પહેલાનો થઈ ગયો હતો. ભારતી બાપુએ તેમના ઉત્તરાધિકારી તરીકે મહામંડલેશ્વર પૂ. હરિહરાનંદ સ્વામીજીને જાહેર કર્યા તેમના નામે વિલ પણ બનાવવામાં આવ્યું આ બધું જાહેરમાં થયું છતાં ગુરુભાઈ એવા ઋષિ ભારતીએ બોગસ વિલ બનાવી ઉત્તરાધિકારી જાહેર કર્યા હોવાનો આક્ષેપ સ્થાનિક સંતો કરી રહ્યા છે. ત્યારે ભારતી આશ્રમના સંતો અને ગુરુભાઈઓ ને જે બિલકુલ પસંદ નથી એમ કહી રહ્યા છે. તેઓ ગાદીપતિ તરીકે પૂ.હરિહરાનંદજી બિરાજમાન થાય તેવી ઈચ્છા કરી રહ્યા છે.

આશ્રમના સંતોની માગ હરિહરાનંદ કાર્યભાર સંભાળે
આ બાબતે ગોરા ભારતી આશ્રમના એક સંત રામચરણ ભારતીએ જણાવ્યું હતું કે, અમારા આશ્રમના ઉત્તરાધિકારી એવા અમારા ગુરુ હરિહરાનંદજી મળી ગયા છે ત્યારે ભારતી આશ્રમના તમામ સંતો હરિહરાનંદજી ને ગાદી પર જોવા માંગે છે. અમે તમામ સંતો તેઓ સંપૂર્ણ આશ્રમોનો વહીવટ કરે એવી માંગ કરી રહ્યા છે.ગુરુભાઈ એવા ઋષિ ભારતીને કોઈ સત્તા સોંપવામાં નહીં. સાથે અમારા ગુરુજીને જે ગુંડાઓએ ટોર્ચર કર્યા છે કે તેઓ સામે સરકાર પગલાં ભારે એવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...