તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ગુજરાત 12મા ડિફેન્સ એક્સપો 2022નું યજમાન રાજ્ય બનશે

રાજપીપલા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયા ખાતે રાજનાથસિંહ અને વિજય રૂપાણીએ અધિકારીઓ સાથે ડિફેન્સ એક્સપો-2022ની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી
  • સૌથી ઊંચી સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના 2022માં યોજાનારા 12માં સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે.આગામી 2022માં તા.10થી 13 માર્ચ દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા આ પ્રદર્શની ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતમાં યોજાનારા ડિફેન્સ એક્સપોના સુગ્રથિત આયોજન અંગેની સમીક્ષા બેઠક કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાઇ હતી.

એક્ઝિબિશનનો ઉદ્દેશ ‘મેઇક ઇન ઇન્ડિયા’ને પ્રમોટ કરવા સાથે દેશને સંરક્ષણ સાધનોનાં ઉત્પાદનમાં મેજર હબ બનાવવા એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં ઇનોવેશન, સ્ટાર્ટ અપ અને લધુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો પણ છે. આ બેઠકમાં ડિફેન્સ એક્સપો-2022ના આયોજન સંદર્ભે વિસ્તૃત પ્રેઝેન્ટેશન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આવા ડિફેન્સ એક્સપો દેશના જુદા જુદા રાજ્યોમાં યોજવાની જે પહેલ થઇ છે તે સરાહનીય છે. વાયબ્રન્ટ સમિટના સફળ આયોજનથી વિશ્વના નિવેશકો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તે જ પરિપાટીએ ડિફેન્સ એક્સપોના આયોજનથી ડિફેન્સ સેકટરમાં પણ દેશમાં સૌથી વધુ રોકાણો મેળવનારૂ રાજ્ય બનશે.

દેશમાં પ્રથમ વખત કોઈ રાજકીય પક્ષની કારોબારી ડિજિટલ પ્લેટફોર્મ પર મળી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી-2 ખાતે 2 લી સપ્ટેમ્બરે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. જે સંપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ પર મળી હતી. કારોબારી બેઠકને સંબોધતા દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આજે આખા ભારતમાં આતંકવાદ નથી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભારી છે.ગુજરાતના ભાજપાનાં કાર્યકરો સી.આર.પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપ્યોગથી વધુ મજબૂત બની છે.

અન્ય સમાચારો પણ છે...