રિમાન્ડ:લાંચીયા સબ રજિસ્ટ્રારના બે દિવસના રિમાન્ડ મંજુર

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નાંદોદ સબ રજીસ્ટ્રારની કચેરી ખાતે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસે રૂપિયાની માંગણી કરતા હોવાનું અને આ લાંચની નહીં આપે તો અરજદારોને સમયસર દસ્તાવેજ નોંધણી નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. એ ફરિયાદની ખરાઈ કરવા નર્મદા એસીબી પી.આઈ બી.ડી.રાઠવા સહીતની ટિમો નાંદોદ સબ રજીસ્ટ્રારની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

એ દરમિયાન સબ રજીસ્ટ્રાર વર્ગ-૩ દિલીપ લાભશંકર તેરૈયાએ પંચોની હાજરીમાં વાત ચિતમાં 4 દસ્તાવેજ કરી આપવાના અવેજ પેટે લાંચની 2000 રૂ.ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાઇ ગયો હતો. આ સબરજીસ્ટ્રાર ને એ.સી.બી.પોલીસે ધરપકડ કરી રાજપીપળાની ડિસ્ટક કોર્ટમાં રજુ કરતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે લાંચ લેતા ઝડપાયેલા આધિકારીઓની વધુ તપાસ કરવાની દલીલને ધ્યાનમાં રાખી ડિસ્ટિક જજ N.P ચૌધરી એ 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...