માંગણી:જંગલ જમીનની સનદ ધરાવતા ખેડૂતોને સરકારના લાભો આપો

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં વર્ષોથી રહેતા આદિવસી પરિવારો જંગલ વિસ્તારમાં રહી જમીન ખેડી જીવન ગુજરાન ચલાવતા હોય સરકાર દ્વારા જંગલ જમીનની સનદો પણ આપવામાં આવી છે. છતાં તેમને આજદિન સુધી સરકારની કોઈપણ યોજનાનો લાભો મળતા નથી. આદિવાસીના નામે કલ્યાણ યોજના, વનબંધુ યોજનાઓ બનાવી પરંતુ આદિવાસીઓને જ લાભો નહિં મળતા જંગલ જમીનની સનદો ધરાવનારા કમોદવાવ, શેરવાઇ, કલતર, ગોલવાણ, ખોડાઆંબા, ઓલગામ, કાંટીપાણી , આંબાવાડી ગામોના હજારો પરિવારોને આજદિન સુધી કોઈ યોજના મળી નથી.

વહેલી તકે યોજનાઓનો લાભ નહીં મળે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી આપી જિલ્લા આધિક કલેક્ટર એચ.કે.વ્યાસને આવેદન આપી ઉગ્ર રજુઆત કરી હતી. ભાજપની સરપંચ પરિષદના દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમાં રાજપીપલા વડિયા ચોકડી થી રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો પહોંચ્યા અને જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આવેદન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...