મતગણતરી:નર્મદા જિલ્લાની 184 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની આજે મતગણતરી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના પાંચેય તાલુકાઓમાં મતગણતરીના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો

નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અન્વયે ગઇકાલે 19 મી ડિસેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી આજે 21 મી ડિસેમ્બરને મંગળવારના રોજ સવારે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાશે.હાલ મતપેટીઓ જેતે મતગણતરી ના કેન્દ્રો ખાતે એક સ્ટ્રોંગ રૂમ માં સુરક્ષા સાથે મુકવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ પ્રતિબંધ, મત ગણતરી કેન્દ્ર થી 200 મીટર દૂર જાહેર જનતા હોય સાથે ટોળે વળવા સહિતના પ્રતિબંધો પણ મુક્યા છે કે શાંતિ પૂર્ણ રીતે મતદાન થયું તેવી જ રીતે મત ગણતરી પણ થાય જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પણ પોલીસ સતર્ક છે.

નાંદોદ તાલુકાની 57 ગ્રામ પંચાયત ની ચૂંટણી ની મતગણતરી રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે રાખવામાં આવી છે. જયારે ગરૂડેશ્વર તાલુકાની 36 ગ્રામપંચાયતો ની સામાન્ય ચૂંટણીઓ ની મતગણતરી ગરૂડેશ્વર તાલુકા સેવા સદન, બીજા માળે રાખવામાં આવી છે. તિલકવાડા તાલુકાની 27 ગ્રામપંચાયતો માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે મતગણતરી કરવામાં આવશે, દેડિયાપાડા તાલુકા માટે દેડીયાપાડાની 39 ગ્રામપંચાયતો ની ચૂંટણી ની મતગણતરી આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવશે.

મતગણતરી માટેની તૈયારીઓને આખરી ઓપ
સાગબારા તાલુકા 30 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટેની ગણતરી સાગબારાની સરકારી વિનીયન કોલેજ ખાતે કરવામાં આવશે. આ મતગણતરી માટેની તૈયારીઓ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા સાથે બંદોબસ્ત ખડકી તંત્ર સજ્જ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...