પાણીની આવક:નર્મદા નદીમાં 35492 ક્યુસેક પાણી ઠલવાતા ગરુડેશ્વર વિયર કમ કોઝવે 2 મીટરે છલકાયો

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના ઓમકારેેશ્વર બંધના 10 દરવાજા ખોલી 30 હજાર ક્યુસેક પાણી છોડાયું, નર્મદા બંધની જળસપાટી વધીને 130.04 મીટરે પહોંચતા રિવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન શરૂ - Divya Bhaskar
મધ્યપ્રદેશના ઓમકારેેશ્વર બંધના 10 દરવાજા ખોલી 30 હજાર ક્યુસેક પાણી છોડાયું, નર્મદા બંધની જળસપાટી વધીને 130.04 મીટરે પહોંચતા રિવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન શરૂ
  • નર્મદા ડેમમાં 1.02 લાખ ક્યુસેક પાણીની આવક, નર્મદાના 14 ગામોને સાબદા કરાયા

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ઓમકારેશ્વર ડેમમાં પાણીની સારી આવક થઇ છે. ડેમની રુલ લેવલ કરતા સપાટી વધી જતાં ઓમકારેશ્વર ડેમ તંત્રે 10 ગેટ ખોલી 30 હજાર ક્યુસેક પાણી છોડ્યું છે. આ પાણી નર્મદા ડેમમાં આવશે ત્યારે તેની જળસપાટી એક મીટર જેટલી વધે તેવી શક્યતા છે. હાલ નર્મદા ડેમમાં 1,02,885 ક્યુસેક પાણીની આવક સાથે જળસપાટી 130.04 મીટરે પહોંચી છે. જેના પગલે રિવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન શરૂ કરતાં નર્મદા નદીમાં 35,492 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. ગરુડેશ્વર વિયર કમ કોઝવે પણ ચોમાસાની સિઝનમાં પહેલીવાર 2 મીટરે ઓવરફ્લો થઇ રહ્યો છે.

સીઝનમાં પહેલી વાર આ વિયર કમ કોઝવે છલકાયો છે. અગાઉ જૂન મહિનામાં ચોમાસા પહેલા ડેમ ખાલી કરવાનો હોવાથી RBPH ના 6 ટર્બાઇન શરૂ કરાયા હતા ત્યારે પણ 50 હજાર ક્યુસેકથી વધુ પાણી નર્મદામાં ઠલવાતા આ વિયર કમ કોઝવે છલકાયો હતો. જોકે, હાલ નર્મદામાં પાણીનો પ્રવાહ વધતા નર્મદા જિલ્લાના નદી કાંઠાના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નિગમના ડાયરેક્ટર પી.સી.વ્યાસે જણાવ્યું હતું કે સરદાર સરોવર ના ઉપરવાસમાંથી પાણીની આવક સારી થઈ રહી છે. નર્મદા બંધની જળ સપાટી હાલ 130.04.મીટર સપાટી છે. ઉપરથી 1,02,885 ક્યુસેકની આવક થઈ રહી છે. RBPH ના 5 ટર્બાઇનો શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી 35,492 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ નર્મદા નદીમાં વહી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...