ગુજરાતના આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ ગઈકાલે નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન “સ્ટેચ્યુ ઓફ યુનિટી” કેવડીયા કોલોની ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસને ઉજાગર કરવાના હેતુથી આકાર પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” સાઈટની સ્થળ મુલાકાત લઈ પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન આદિજાતિ વિકાસ વિભાગના સચિવ ડૉ.એસ મુરલી ક્રિષ્ણા અને કમિશ્નર દિલીપ રાણા સાથે જોડાયા હતાં. પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણ તડવી પણ સાથે રહ્યાં હતાં.ટ્રાઇબલ મ્યુઝિયમના થઈ રહેલા બાંધકામ સ્થળની મુલાકાત બાદ મંત્રી ગણપતસિંહ વસાવાએ જંગલ સફારી પાર્ક અને કેક્ટસ ગાર્ડન - બટરફ્લાય ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી.
વન વિભાગના ઉક્ત પ્રોજેક્ટસની આ મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક ડૉ. રતન નાલા, પ્રતિક પંડ્યા સહિત વન વિભાગના અન્ય અધિકારીઓ સાથે રહ્યાં હતાં અને જરૂરી માહિતીથી મંત્રી ગણપત વસાવાને વાકેફ કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.