તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ચીકદામાં પેટ્રોલપંપના રજિસ્ટ્રેશનના નામે વેપારી સાથે 27 લાખની ઠગાઇ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીને વિશ્વાસમાં લઈ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં, ઠગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ડેડીયાપાડાના ચીકદા ગામમાં પેટ્રોલ પમ્પ ખોલવા તેમજ રજીસ્ટ્રેશનનું જણાવી અલગ અલગ એકાઉન્ટમાં પૈસા 27 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ પણ વેપારીને પેટ્રોલ પંપ ન ખોલી આપ ન આપતા ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મહેન્દ્ર સોનજી વસાવાએ આપેલી ફરીયાદ મુજબ તેમના દ્વારા ઈન્ડિયન ઓઇલ કંપનીની પેટ્રોલ પમ્પ ચાલુ કરવાની ઓનલાઇન જાહેરાત જોઈ ઓનલાઇન અરજી કરી હતી. જે અરજી બાદ એક મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન,એન.ઓ.સી, સહિતના ચાર્જ બતાવી 27 લાખ દ્વારા આરોપીઓના ખાતામાં જમા કરાવ્યા હતા.આરોપીઓ દ્વારા વધુ રકમની માંગણી કરતા અને ફરિયાદી પાસે સગવડ ન હોય પૈસા ન આપી શકતા દ્વારા જો પેટ્રોલ પમ્પ ના ખોલવા માંગતા હોય તો કંપની તમારી રકમ પરત આપશે તેમ જણાવ્યું હતું. પરંતુ પૈસાની માંગણી કરતા આરોપીઓએ ઉપરની ઑફિસમાં કાર્યવાહી ચાલુ છે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ આરોપીઓ દ્વારા ફરિયાદીના સંપર્કમાં ન રહેતા ફરિયાદી દ્વારા નર્મદા એસપીને અરજી કરી પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ ટેક્નિકલ સર્ચને આધારે તપાસ કરી રહી છે.

IFSC કોડને આધારે બ્રાચનો સંપર્ક કરાશે
આરોપીઓના મોબાઈલ નંબર અને બેન્ક ખાતાની ટેકનિકલ તપાસ કરાશે. બેન્ક ખાતાના IFSC કોડને આધારે બ્રાન્ચ શાખાનો સંપર્ક કરી તપાસ કરવામાં આવી રહી છે.> પી.પી. ચૌધરી, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર

અન્ય સમાચારો પણ છે...