તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:તિલકવાડાના માંગુ ગામે વૃધ્ધની હત્યા કરનારા ચાર શખ્સો ઝબ્બે

રાજપીપલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCB અને તિલકવાડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો

તિલકવાડાના માંગુ ગામે રહેતા એક ખેડૂત પાસેથી ગામના એક શકશે તેના સંબંધીને રૂપિયા અપાવ્યા હોય કોરોના માં ધંધો ઠપ્પ રહેતા રૂપિયા પરત ના મળતા આ વૃદ્ધે જે શખ્સે રૂપિયા અપાવ્યા તેની સાથે.ઝગડો કર્યો જે ઝઘડાની રીશ અને વરમાવર ઉઘરાણી ને લઈને ગત રોજ ખેતરમાં કામ કરતા આ વૃદ્ધને 4 શકશો એ મળી પાવડા વડે માથાના ભાગે ઘા મારી હત્યા કરી આ હત્યાને અકસ્માત માં ખપાવવા વૃદ્ધની એક્ટિવા સાથે પહાડ ગામન નજીક રોડ પર પુલ પાસે ફેંકી નાસી ગયા હતા. પોલીસે આ ભેદ ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો 4 શકશો ની ધરપકડ કરી લીધી છે.

માંગુ ગામના વૃદ્ધ શનાભાઈ નાનાભાઈ બારીઆ માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હાલતમાં રાત્રે મળી આવ્યો હતો.તિલકવાડા પોલીસ PSI એમ.બી.વસાવા, સી.એમ ગામીતે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, સાથે LCB નર્મદાના પી.આઈ એ.એમ પટેલ અને તેમની ટીમ કામે લાગી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ હત્યા કરનારા 4 શખ્સોને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...