તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વિજળી પડતાં ખેતરમાં કામ કરનારા ચાર મજૂરો દાઝયાં

રાજપીપલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેડીયાપાડા તાલુકાના મોટીકોરવાઇ ગામ ખાતે બનેલી ઘટના
  • આકાશી વીજળી પડવાથી ગામમાં ઘણાં વીજ ઉપરણો ફૂંકાયાં

ડેડીયાપાડાના મોટીકોરવાઈ ગામે કેટલાક લોકો ખેતરમાં ખેતી કરતા હતા ત્યારે ગાજ- વીજ સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે અચાનક આકાશી વીજળી પડતાં 4 વ્યક્તિઓને ગંભીર રીતે દાઝ્યાં હતાં. તમામને તાત્કાલિક સારવાર માટે ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. આકાશી વીજળી પડવાથી ગામમાં વિવિધ વિજ ઉપકરણો ફૂંકાઈ જતા મોટું નુકસાન થયેલ છે.

ડેડીયાપાડાના મોટીકોરવાઈ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ખેતીકામ કેટલાક વ્યક્તિઓ કરતા હતા. જેમાં અચાનક કડાકા સાથે વીજળી અને વરસાદ પડ્યો આકાશી વીજળી પડવાથી ખેતરમાં કામ કરતા કોરવાઇ ગામના 24 વર્ષીય યુવાન પ્રકાશભાઇ રૂપસિંગભાઇ, 24 વર્ષીય રેખાબેન પ્રકાશભાઇ, પુષ્પાબેન શૈલેષભાઇ, જયારે સાગબારાના કહાલપૂરના હંસાબેન પ્રતાપભાઇ આમ આ 4 ખેત મજૂરો આકાશી વીજળી પડવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા 108 મારફતે તેમને સારવાર માટે ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં.

આ બાબતની જાણ થતા ગામના તલાટી સહીત તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ડેડીયાપાડા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આ રિપોર્ટ નર્મદા ડિઝાસ્ટર શાખાને કર્યો હતો સાથે ગુજરાત રાજ્ય રાહત કમિશ્નરને આ રિપોર્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...