નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે શહેરની સાન વધારતો રાજપીપલામાં સૌપ્રથમવાર 75ફૂટ ઉંચા પોલ ઉપર 21 ફુટ લાંબા અને 14ફુટ પહોળા રાષ્ટ્રધ્વાજ લહેરાશે, જેના સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તે ધ્વજારોહણ સવારે 10 કલાકે કલાઘોડા વિજય ચોક ખાતે થશે. જેમની સાથે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને મહારાણી રુક્મણિ દેવી સહીત પાલિકા સભ્યો અગ્રણીઓની હાજરીમાં જાહેર કાર્યક્રમ યોજાશે.
આબાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપલાને એક સુંદર અને સ્વચ્છ બનાવવાનું છે હાલ ભૂગર્ભ ગટર લાઈન અને ગેસ લાઈનનું કામ ચાલી રહ્યું છે એટલે રોડો ખોદેલા છે પણ આ કામગીરી પૂર્ણ થયા પછી નગર ને એકદમ સુંદર બનાવીશું, હાલ જેમ દિલ્હી મુંબઈ વડોદરા સહીત શહેરોમાં મોટા કદનો તિરંગો લહેરાય છે એવોજ તિરંગો રાજપીપલા શહેરની પણ શોભા વધારશે. મારા પિતાજીના શાસન ના સમયમાં શહેરને મુખ્ય બે પ્રવેશ દ્વાર આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.