તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્ટેચ્યુ ઓફ યુનિટી:7 મહિનાથી સૂમસામ સ્ટેચ્યૂ પરિસર પ્રવાસીઓ આવતાં પુનઃ ધબકતું થયું

રાજપીપલા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CISFની કડક સુરક્ષા વચ્ચે પ્રથમ દિવસે 600 પ્રવાસીઓએ મુલાકાત લીધી
  • કોરોના મહામારીના પગલે ગત 17 માર્ચથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરી દેવામાં આવ્યું હતું

કોરોના કાળમાં ગત 17 માર્ચથી પ્રવાસન સ્થળ બંધ કરાયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી શનિવારથી પ્રવાસીઓ માટે કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાને રાખી ફરી શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાને લઈને તંત્ર દ્વારા હવે માત્ર 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવાની જાહેરાત કરી હોવા છતાં 7 મહિલે ખુલ્લા મુકાયેલા પ્રવાસન સ્થળે માત્ર 600 પ્રવાસીઓ જ મુલાકાતે આવ્યા હતા. આ વખતે નવરાત્રિ ઉપર બ્રેક વાગી જતાં પ્રથમ નોરતાથી શરૂ થયેલું પ્રવાસન સ્થળ આગામી દીવસોમાં પ્રવાસીઓ માટે ફરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અધિક મુખ્ય સચિવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એમડી ડો.રાજીવ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કોવિડ-19 ની સંપૂર્ણ કાળજી રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરી એક વાર ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલતાં જ પ્રથમ દિવસે શહેરી વિસ્તારના પ્રવાસીઓ આવ્યા હતા.

SOU પરિસની સુરક્ષાની જવાબદારી હવે CISF કરી રહ્યું છે

SOU પરિસરની સુરક્ષાની જવાબદારી હવે CISF કરી રહ્યું છે. જે સ્ટેચ્યુ સાથે પ્રવાસીઓની પણ સુરક્ષા કરશે. સુરક્ષા જવાનો દ્વારા ટિકિટ સ્કેનિંગથી લઈને એસ્કેલેટર અને તમામ જગ્યાએ પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રહે તેની કાળજી રાખશે. જોકે તંત્ર દ્વારા તેના માટે માર્કિંગ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓને સતત ધ્યાન અપાવવા માટે માઈકમાં પણ એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો