તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:કોરોનાને પગલે નર્મદાની પવિત્ર પંચકોશી પરિક્રમા મોકૂફ રખાઇ

રાજપીપલા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભક્તોની પરિક્રમા ખંડિત થતી હોય શ્રધ્ધાળુઓમાં નારાજગી
 • પરિક્રમા માની હોય તેમને છૂટ અપાવા ભક્તોએ માંગણી કરી

માં નર્મદા ઉત્તરદિશા તરફ વહેતી હોય જે ઉત્તરવાહિની મા નર્મદાની પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. જેને પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે. જેની પરિક્રમા કરવાથી ઘણો લાભ થાય છે અને તમામ માનેલી બાધાઓ પૂર્ણ થાય છે. જેથી ભક્તો આ પંચકોશી પરિક્રમા કોઈ પાંચ કરવા કોઈ 11 કરવા કોઈ 21 વર્ષ સુધી કરવાની માનતા રાખે છે પરંતુ આ કોરોનાના કહેર વચ્ચે પંચ કોશી પરિક્રમા બે વર્ષથી ભક્તોની ખંડિત થઇ રહી છે.

આ વર્ષે પણ પંચકોશી પરિક્રમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કરવા મનાઈ ફરમાવી છે. આગામી 12 એપ્રિલથી નર્મદા નદીની ઉતરવાહિની પરિક્રમા શરૂ થવાની હતી. જેના માટે રામપુરાથી લઇ તિલકવાડા રેંગણ વાસણ સહીતના કિનારાઓ પર લોકો પરિક્રમાની તૈયારીઓ કરે છે. પરિક્રમા વાસીઓની મદદ કરે છે.

વિસામો બનાવે છે, રસ્તાની સગવડ કરે છે. પરંતુ કોરોનાના વધતા કેસોને લઈને લોકો બહારથી આવે સંક્રમણ લઇને બંધ રાખવાનો નિર્ણય નર્મદા જિલ્લા વહીવટી તંત્રે કર્યો છે. જેમાં લોકોની લાગણી દુભાઈ રહી છે. બે વર્ષથી પરિક્રમા બંધ કરતા ભક્તોની પરિક્રમા ખંડિત થતી હોય શ્રધ્ધાળુમાં નારાજગી છે. જેમને પરિક્રમાઓ માની હોય તેમને કરવા દેવા છૂટ અપાવી જોઈએ એવું સાધુ સંતો અને ભક્તોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો