દવાનો છંટકાવ:રાજપીપળા શહેરમાં રોગચાળો વધતા નગર પાલિકા દ્વારા ફોગીંગ કરાવાયું

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માખી મચ્છરોનો ઉપદ્રવ વધતા તાવ મેલેરિયા, કમળા સહિતના રોગ વધ્યા

રાજપીપલા શહેર સહીત જિલ્લામાં માં હાલ વાતાવર અને માખી મચ્છર સહીત નાની જીવાતોનું પ્રમાણ વધતા શરદી, ખાંસી તાવ મેલેરિયા, કમળો સહિતના રોગ વધી રહ્યા છે. ત્યારે સરકારી હોય કે ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જામી રહી છે. ત્યારે માખી મચ્છર ના આ ઉપદ્રવ નો નાશ કરવા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ દ્વારા પાલિકાની ટીમને કામે લગાવી આખા શહેરમાં ફોગીંગ કરાવી અને દવા નો છંટકાવ કરવામાં આવ્યો હતો.

આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે શહેરમાં લોક માંગ ઉઠી હતી કે માખી મચ્છરો વધી રહ્યા છે જેને લઈને પાલિકાએ ફોગીંગ કરી આ જીવાતોનો ઉપદ્રવ બંધ કરવાનો પ્રયત્ન કરી રહી છે સાથે નગરમાં સફાઈ સહીત દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે, અને હજુ આખી સીઝન જેમજેમ જરૂર પડે તેમ છંટકાવ કરીશું, અમે પ્રજાની સેવામાટે સતત તત્પર છીએ.

અન્ય સમાચારો પણ છે...