અકસ્માત:ફુલવાડી ગામ પાસે અકસ્માત થતા પાંચને ઇજા

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ફુલવાડી ગામ પાસે ઇકો ગાડીને ટેમ્પોએ ટક્કર મારતા 5 ને ઇજાઓ થઈ છે.પ્રાપ્ત માહિતી મુજબ પ્રકાશભાઇ મગનભાઇ રોહીત ઇકો ગાડી માં સંબંધીને ત્યાં બેસણા માં પરિવાર સાથે જતા હતા ત્યારે ફુલવાડી પાસે અજાણ્યા ટેમ્પો ચાલકે ઇકો ગાડી ને પાછળ થી ટક્કર મારતા ફરિયાદી પ્રકાશભાઈ રોહિત,તેમના પત્ની સુશીલાબેન,સરોજબેન, જ્યોતિકા બેન અને દક્ષાબેન ને ઇજાઓ કરી ટેમ્પો ચાલક ટેમ્પો લઈ નાસી જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...