સેવાની સરવાણી:રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.અલ્કેશસિંહની પ્રથમ પુણ્યતિથિએ પાંચ દિવસ સેવાનું ઝરણું વહેશે

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વ.અલ્કેશસિંહ ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સહાય વિતરણના કાર્યક્રમો યોજાશે

નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરના પૂર્વ પ્રમુખ અને રાજપૂત સમાજના આગેવાન સ્વ.અલકેશસિંહ ગોહિલ અક્ષરનિવાસ થયા પૂર્ણ થયું ત્યારે તેમની પ્રથમ પુર્ણ્યતિથી નિમિતે તેમના પરિવાર દ્વારા પાંચ દિવસ અગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં કપડાં, ધાબળા, શૈક્ષણિક સાધનો, અને અનાજ કીટ સહીત ની વસ્તુઓનું વિતરણ 21 થી 25 ઓક્ટોબર સુધી કરવામાં આવશે જે સેવાના ઝરણાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.

પ્રથમ પુણ્યતિથિના પખવાડિયા ના પ્રથમ દિવસે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, સ્મિતાબા ગોહિલ તથા તેમના પરિવાર દ્વારા શરૂ કરાયેલ સ્વ.અલકેશસિંહ ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાયજ્ઞ કાર્યક્રમ શરૂ કરી.

જેમાં પ્રથમ દિવસે શૈક્ષણિક સાધનનો લઈને તેમના પુત્ર રાજદીપસિંહ ગોહિલ, સ્વામી સિધેશ્વરજી સાથે બરખાડી કામોદીયાની પ્રાથમિક શાળામાં જઈ ને કોરોના બાદ હાલ સ્કૂલો ખુલી હોય અને બાળકો ને શૈક્ષણિક સાધનોની જરૂર હોય બાળકોને શૈક્ષણિક સાધનો નું વિતરણ કર્યું. પાલિકા સદસ્ય ગિરિરાજસિંહ ખેર પંકીલ પટેલ અભિરાજસિંહ કાંટૉદરીયા સહીત આગેવાનો હાજર રહી ને શૈક્ષણિક સાધનોનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...