તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રારંભ:નર્મદા જિલ્લામાં પ્રથમ કુદરતી આયુર્વેદિક ઔષધીય શોપ શરૂ, સ્થાનિક વન પેદાશોમાંથી દવા બનાવાશે

રાજપીપલા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત વનવિકાસ નિગમના MD એસ.કે.ચતુર્વેદીના હસ્તે શોપનું લોકાર્પણ કરાયું

નર્મદા જિલ્લામાં પ્રથમ કુદરતી આયુર્વેદિક ઔષધીય શોપનું ગુજરાત વન વિકાસ નિગમ દ્વારા રાજપીપલા GIDC ફેસ-1 માં શરૂ કરવામાં આવી છે. , ગુજરાત વનવિકાસ નિગમના MD એસ.કે.ચતુર્વેદી દ્વારા આ શોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવે છે, જિલ્લામાં વન વિસ્તારમાં કુદરતી ઔષધીય અઢળક છે. જેનો સદઉપયોગ થાય અને રાજ્યના અને દેશના લોકો સુધી પહોંચે એ માટે ધન્વંતરી પ્રોડકટ હેઠળ વન પેદાશોને સ્થાનિક વન સમિતિઓ દ્વારા તોડાવી જેને જરૂરી પ્રોસેસ કરીને વન વિકાસ નિગમ જરૂરી પેકીંગ કરીને વેચાણ માટે માર્કેટ માં મૂકે છે.

સામાન્ય રીતે આજના ભેળસેળ વાળા યુગમાં વન વિકાસ દ્વારા શુદ્ધ અને રાહત દરે વન ઔષધિઓને આપવામાં આવતી હોય છે વન વિભાગનું નામ ઔષધિ સાથે જોડાયેલું હોય એ એક જનતામાં વિશ્વાસ પાત્ર છે જેથી આ વિશ્વાસનિયત ને લઈને વન વિકાસ નિગમ દ્વારા પોતાનો સ્ટોર શરૂ કરતા હવે દેશી શુદ્ધ મધ, આમળા અરીઠા, પાવડર ગળો નો પાઉડર, અશ્વગંધા, પાઉડર ગોળીઓ સહીત અનેક આયુર્વેદિક ઔષધિઓ દવાઓ આ સ્ટોર પર નાના, મોટા પેકીંગમાં મળી રહશે. આ બાબતે ગુજરાત વનવિકાસ નિગમના MD એસ.કે.ચતુર્વેદી હતું કે નર્મદા જિલ્લાના વન વિસ્તારમાં ઔષધિ વિપુલ પ્રમાણમાં મળી આવે છે.

અન્ય સમાચારો પણ છે...