તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:નર્મદા કેનાલમાંથી ભરૂચ-નર્મદાના ખેડૂતોને પહેલા પાણી આપોઃ સાંસદ

રાજપીપલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ખેડૂતોને પાણી આપવા મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
  • નર્મદા કેનાલને અડીને આવેલા ગામોનો પહેલો હક :મનસુખ વસાવા

ગુજરાત રાજ્યમાં હાલમાં શિયાળુ પાકની વાવણી પૂર્ણ થઈ છે. ખેતરોમાં પાક તૈયાર થઇ રહ્યો છે. આકાશી પાણી હવે આવવાનું નથી ત્યારે ખેડૂતો માટે નર્મદા કેનાલ એક વિકલ્પ છે. નર્મદા કેનાલના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ગામોના ખેડૂતોને સિંચાઈનું અને પીવાનું પાણી પણ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 19,500 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. જે કચ્છ-સૌરાષ્ટ્ર સુધી જાય છે.

પરંતુ ભરૂચના જંબુસર, આમોદ,વાગરા સહીત ભરૂચ કમાન્ડ એરિયા અને નર્મદા કેનાલના નજીકના ગામોને પાણી નથી મળતું. જેની ખેડૂતોએ સાંસદને રજૂઆત કરતા સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી પાણીની વ્યવસ્થા કરવા રજુઆત કરી છે.

સાંસદે પત્રમાં લખ્યું છે કે, ભરૂચ નર્મદાના ખેડૂતોને પાણી આપવામાં સરકાર કેમ વાર લગાડે છે. નર્મદા કેનાલને અડીને આવેલા ગામોનો આ પાણી ઉપર પહેલો હક્ક છે. ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા તથા નર્મદાના ગરુડેશ્વર તિલકવાડા તાલુકાના ગામોને પાણી જોઈએ ત્યારે મળતું નથી. જેથી તાત્કાલિક પાણી આપવા સૂચના અપાય તેવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો