તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા જિલ્લામાં કોરોના વિસ્ફોટ:રાજપીપલામાં 3 દિવસમાં 1.14 લાખ દંડ કર્યો; દરરોજ સરેરાશ 20 થી વધુ પોઝિટિવ કેસો નોંધાતા લોકોમાં ફફળાટ

રાજપીપળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે જેમાં રાજપીપલા શહેરમાં કોરોના સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોના નું સંક્રમણ ઘટાડવા માટે તંત્ર એક્શન પ્લાન ઘડી જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે લો એન્ડ ઓર્ડર નું કામ નર્મદા પોલીસ પાસે હોય જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ની ચુચના થી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન દ્વારા બજારો માં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેવીજ રીતે પર રાજપીપલા શહેર માં કોરોના સંક્રમણ અટકાવવા રાજપીપલા પોલિસ સ્ટેશનના પીઆઇ આર એ જાદવ, પીએસઆઇ આઈ આર દેસાઈ અને હાલ પ્રોબેશન માં આવેલ પીઆઇ ધવલ સુંસેરા દ્વારા શહેર માં દુકાનો રાહદારીઓ જેવો માસ્ક વગર ફરતા 3 દિવસ માં 114 કેસ કરવામાં આવ્યા જેમાં 1લાખ 14 હજાર રૂપિયાનો દંડ વસુંલ કરાયો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા શહેર અને જિલ્લામાં કોરોના સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. તંત્ર તેમનું કામ કરી રહ્યા છે પણ જનતાની પણ ફરજ છે. કે માસ્ક વગર બહાર ના નીકળીએ સોસીયલ ડિસ્ટન્સ રાખીયે વારંવાર હાથ સૅનેટાઇઝ કરીએ ગત માર્ચ માં જે પરિસ્થિતિ હતી તેના કરવા હાલ મોટા શહેરો જેવી પરિસ્થિતિ થઈ રહી છે જેમ વડોદરા સુરત અમદાવાદ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં બેડ નથી મળતા એવીજ હાલત રાજપીપલા ના થાય એ માટે આપણે જાગૃત બનીએ નિયમોનું પાલન કરીએ અને પોતાને પોતાના પરિવાર ને બચાવીએ એવું સમજી ચુસ્ત પાલન જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો