એસ્પિરેશનલ ડ્રિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાના સર્વાગીણ વિકાસ માટેની શક્યતાઓને લક્ષમાં લઇને જિલ્લા કલેકટર ડી.એ.શાહના સબળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રસાશન ધ્વારા વિવિધ ક્ષેત્રના વિકાસ માટેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટસ હાથ ધરાયેલ છે, તે અંતર્ગત નોંધારાનો આધાર પ્રોજેક્ટ, પ્રવાસન વિકાસ અને કોવિડ-19 સંદર્ભે વિશિષ્ટ કામગીરીના પ્રોજેક્ટ સહિત કુલ ત્રણ પ્રોજેક્ટસને રાષ્ટ્રીયકક્ષાએ સેમી-ફાઇનલીસ્ટ સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ પ્રમાણપત્ર એનાયત થયેલ છે, જે નર્મદા જિલ્લા માટે અત્યંત ગૌરવની બાબત બની છે.
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા ઉક્ત ત્રણ પ્રોજેક્ટસ ઉપરાંત ઇનોવેટીવ ઇનીસીએટીવ્સ બાબત સહિતના કુલ-ચાર જેટલા ક્ષેત્રોમાં જિલ્લા પ્રસાશન ધ્વારા કરાયેલી નોંધપાત્ર કામગીરી સંદર્ભે 2021 ના વર્ષમાં નેશનલ લેવલે સ્કોચ એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવેલ હતા, જે શોર્ટલીસ્ટ થતા નેશનલ જ્યુરી સમક્ષ તેનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું અને જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા આ અંગે વોટીંગ પણ કરાવવામાં આવ્યું હતું અને તેના આધારે ઉક્ત ત્રણ પ્રોજેક્ટ સેમીફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ પામતાં ગત 6 ઠ્ઠી જાન્યુઆરીએ યોજાયેલ સ્કોચ સમિટ-21 અંતર્ગત નર્મદાના ઉક્ત ત્રણ પ્રોજેક્ટને સેમીફાઇનલીસ્ટ સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ પ્રમાણપત્ર એનાયત થયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.