તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકશાન:નર્મદામાં 60% વાવેતર થતાં બિયારણ ફેલ થવાની ભીતિ

રાજપીપલા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સહિત 4 ડેમ જિલ્લામાં હોવા છતાં 70 ટકા વિસ્તારની ખેતી વરસાદ આધારિત

નર્મદા જિલ્લામાં ચોમાસાના ની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 157 mm જેટલો વરસાદ નોંધાયો છે.છતાં સારી સીઝનની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરો તૈયાર કરી વાવેતર કરી દીધું અને વાવેતર પણ કરી દીધુ. જિલ્લામાં અત્યાર સુધીમાં 60 ટાકા વાવેતર થઇ ગયું છે. પરંતુ હવે વરસાદ ખેંચાયો છે અને હવામાન વિભાગ પણ એક અઠવાડિયું હજુ વરસાદ ખેંચાશે એવી આગાહી કરી રહ્યું છે ત્યારે જગતનો તાત હવે ચિંતામાં ગરકાવ થઇ ગયો છે. એક બાજુ વાવેતર થઇ ગયું અંકુરો પણ ફૂટી નીકળ્યા છે. જો હવે વરસાદ ના પડ્યો તો ઉગેલું બિયારણ પણ ફેલ જાય એવી પરિસ્થિતિ ઉભી થતા. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. એક બાજુ મોંઘા બિયારણો ની વાવણી કરી છે. ત્યારે વરસાદ ની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.

નર્મદા જિલ્લામાં ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સહીત કરજણ ડેમ, કાકડીઆંબા ડેમ અને ચોપડવાવ ડેમ આ ચાર ડેમો આવેલ હોવા છતાં જિલ્લામાં 60 થી 70 ટકા વિસ્તારની ખેતી વરસાદ આધારિત છે. નર્મદા જિલ્લામાં બાગાયતી સિવાય પાકોની વાત કરીએ તો સૌથી વધુ કપાસની ખેતી કરવામાં આવે છે કપાસ અત્યાર સુધીમાં 27,960 હેક્ટર જમીનમાં વાવેતર થઇ ગયું છે. જયારે આ સિવાય ડાંગર -4681 હેક્ટર, જુવાર -1182 હેક્ટર, મકાઈ -2085 હેક્ટર, તુવેર -8584 હેક્ટર, અળદ -328 હેક્ટર, સોયાબીન -750 હેક્ટર, શાકભાજી -522 હેક્ટર, ઘાસચારો -236 હેક્ટર, આમ જિલ્લામાં કુલ 46,328 હેક્ટર જમીનોમાં વાવેતર થયું છે. પરંતુ આમાંથી મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે એટલે ખેડૂતો વાવણી કરી ચિંતામાં મુકાયા છે કે આ ઉગી નીકળેલ પાકને પાણી નહિ મળે તો કરમાઈ જશે અને ખેતી ફેલ થઇ જશે.

બે દિવસોમાં વરસાદ નહિ પડે તો અમે મુશ્કેલી
સારા અને વહેલાં વરસાદની આશાએ પહેલા વરસાદ ત્રણ ચાર દિવસ પડતાં અમે વાવેતર કરી દીધું હતું. બીજું આઠવાડિયું પણ વરસાદ પડ્યો એટલે બીજમંથી અંકુરો ફૂટી નીકળ્યા હતા. પણ હવે અઠવાડિયાથી વરસાદ જ નથી આવતો. વરસાદ ખેંચાઈ ગયો છે. જો આ એક બે દિવસોમાં વરસાદ નહિ પડે તો અમે મુશ્કેલીમાં મુકાઈ જઈશું અમારું મોંઘુ બિયારણ જે ઉગી નીકળ્યું છે > સાકરિયાભાઈ વસાવા, ખેડૂત.

અન્ય સમાચારો પણ છે...