તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખેતરમાંથી કોન્ટ્રાક્ટરે જાણ કાર્યા વગર ખોદકામ કરતાં ખેડૂતોએ કામ અટકાવ્યું

રાજપીપલા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરે ખેડૂતનું હિત પણ ના જોયું હોય ખેડૂતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી

નર્મદા જિલ્લામાં શુદ્ધ પાણીની યોજના ગામે ગામ પહોંચાડવા પાણી પુરવઠા વિભાગ દવારા પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલુ છે ત્યારે આ પાઇપ નાખનાર કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ કરી કોઈપણ ખેડૂતની પરવાનગી વિના જે.સી.બી.થી ખોદી ને પાઇપ નાખી રહ્યા છે ત્યારે શહેરાવ ગામે ખડૂત જશુભાઈ ડી.ચૌહાણના ખેતરમાં તેમની મંજૂરી વગર તેમને કોઈપણ જાણ કર્યા વગર કે કોઈપણ નોટિસ આપ્યા વગર કોન્ટ્રાક્ટર ખેતરમાં જેસીબીથી ખોદકામ કરતા ખેડૂતને જાણ થતા તેમણે તાત્કાલિક અટકાવી દીધા અને સરકારની કોઈપણ ગાઇડલાઇનનું પાલન આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં ના આવ્યું ખેડૂતનું હિત પણ ના જોયું હોય આ અંગે ખેડૂતે જિલ્લા કલેક્ટર ને લેખિત રજૂઆત કરી છે.

આ બાબતે શહેરાવ ગામના ખેડૂત જે.ડી ચૌહાણે જણાવ્યું હતું કે શહેરાવ ગામે મારા 1250, 1273, 1254, 1255, 1256,અને 360 નામના સર્વે નંબર ના ખેતરો છે. હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી યોજનાની પાઈપલાઈન નાખવામાં આવે છે. જામીનમાંના વપરાશકારો ના હક્ક સંપાદિત કરવાની જોગવાઈ અધિનિયમ 2000નું ઉલ્લઘન કરી અમને કોઈપણ જાતની જાણ આ કોન્ટ્રાકટર જય પટેલ કે જેસીબીના મલિક માલાભાઈ રબારીએ કરી નથી અને સીધો ગેરકાયદેસર પ્રવેશ કર્યો છે.

જેથી આ કામ અટકી જવું જોઈએ, એટલુંજ નહિ આ પ્રોજેક્ટની મંજૂરી ની વિગતો, પાઈપલાઈ કેવીરીતે નાખવી જોઈએ એ ગાઇડ લાઇન પાઇપો નખવામાં માટે કેટલી જમીન ની જરૂર જેને સંપાદિક કરવી વળતર કેવીરીતે ચૂકવવું જે બાબત ની તમામ માહિતી આપે ત્યાં સુધી કામ કરવા દેવામાં આવશે નહિ. જેથી હાલ કામ અટકાવી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...