તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુગાન્ડાના ભારતીય હાઈકમિશનર ગુજરાતની મુલાકાતે:સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈને કહ્યુ - ઇજનેરી કૌશલ્યની કમાલ સાથે એક પવિત્ર સ્થળનો અનુભવ થયો

રાજપીપલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુગાન્ડાના ભારતીય હાઈકમિશ્નરે કેવડિયા કોલોનીમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી - Divya Bhaskar
યુગાન્ડાના ભારતીય હાઈકમિશ્નરે કેવડિયા કોલોનીમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી
  • યુગાન્ડાનાં ભારત સ્થિત હાઈકમિશ્નર ગ્રેસ અકેલોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા

યુગાન્ડાનાં ભારત સ્થિત હાઈકમિશ્નર ગ્રેસ અકેલોએ પોતાના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી સવારે કેવડિયા તેઓ પહોંચ્યા હતા. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર દ્વારા તેમને ઈંગ્લીશ ગાઇડ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિવિધ પોઈંટો પર ફેરવવામાં આવ્યા હતાં ઇતિહાસ થી લઇ 182 મીટરની ઉંચી પ્રતિમા બનાવવામાં ઇજનેરી કૌશલ્યની પણ વાત કહી હતી.

આ પ્રેરણાના સ્થળની ભલામણ કરીશઃ યુગાન્ડાના હાઇકમિશનર
તેઓ બોલી ઉઠ્યા હતા કે ઓસમ...કહ્યું ઇજનેરી કૌશલ્ય કમાલ એક પવિત્ર સ્થળનો અહેસાસ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ને આખું વિશ્વ ઓળખે છે. આ સ્થળ થી તેમનું સાચું સન્માન છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રિપબ્લિક ઓફ યુગાન્ડા સરકાર વતી મારુ સન્માન અત્રે કરવામાં કર્યું છે. દિલથી કહેવા માંગુ છું કે,સરદાર વલ્લભભાઈ પટેલ ભારતને એકતતાંતણે જોડનાર,આઝાદીની લડત લડનાર સ્વપ્નદ્રષ્ટા છે. યુગાન્ડાએ તેનાં સ્વતંત્રતા પછીનાં સમયમાં એકીકૃત ભારત પાસેથી ઘણું શીખ્યું છે. હું આ પ્રેરણાનાં સ્થળ અને કંઈક શીખવા માટે આ સ્થાનની ભલામણ કરીશ.

અન્ય સમાચારો પણ છે...