સુવિધા:કેવડિયાને રેલવે બાદ હવે સી-પ્લેન સેવા થકી રાજ્યના શહેરો સાથે જોડવા કવાયત

રાજપીપલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરદાર સરોવર ડેમના તળાવ નંબર 3 ખાતે બનાવેલા વોટર એરોડ્રામ હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે. - Divya Bhaskar
સરદાર સરોવર ડેમના તળાવ નંબર 3 ખાતે બનાવેલા વોટર એરોડ્રામ હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે.
  • કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતાં સી પ્લેન સેવા બંધ કરવામાં આવી હતીઃ મંત્રી

અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 230 દિવસથી ઠપ્પ થઇ જતા ફરી ક્યારે શરૂ થશે તે વાતને લઈને પ્રવાસીઓની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ રાજપીપળા ખાતે ભાજપના સ્નેહમિલન અને આરોગ્ય કેમ્પના પ્રારંભ કાર્યક્રમાં રાજપીપળા આવેલા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવા શરૂ થશે તેવી ખાતરી આપી હતી. આ વખતે અન્ય રાજ્યોના અન્ય જળાશયોમાંથી કેવડિયા સી પ્લેન આવે તેવું આયોજન સરકાર કરી રહી છે.

હાલ પ્રવાસીઓની ભીડ જોતા વહેલી તકે ફરી સી પ્લેન કેવડિયાના તળાવમાં ઉતરતું થઇ જશે તેવી પણ વાત કરી મંત્રીએ પ્રવાસીઓને આશ્વાશન આપ્યું હતું. જોકે હવે આ સેવા ક્યારે શરૂ થાય એ તો હવે કેન્દ્ર સરકારને આભારી છે. હાલમાં પ્રવાસીઓની રોજની 100થી વધુ ઇન્ક્વાયરી આવી રહી છે.

એક વર્ષ પહેલા 31 ઓક્ટોબર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ પ્રથમ સફર કરીને કેવડિયાથી અમદાવાદ પહોંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી પ્લેન સેવા શરૂ કરી હતી. જે શરૂઆત માં 10થી 15 દિવસ ચાલી એક મહિનાના ટૂંકા ગાળામાં મેન્ટેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું. આવું વારંવાર બનતા પ્રવાસીઓ કંટાળ્યા હતા. છતાં પ્રવાસીઓમાં સી પ્લેનની મુસાફરી કરવાનો ઉત્સાહ હતો. પરંતુ આ સેવા બંધ થઇ જતાં સાબરમતી નદીમાં અને સરદાર સરોવરના તળાવમાં જેટીઓ તરી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોટર એરોડ્રામ ધૂળ ખાય રહ્યુ છે. કેવડિયા વોટર એરોડ્રામ ની તો છત પણ કાઢી લેવામાં આવી છે. સુરક્ષાકર્મીઓ બેસી રહ્યા છે.

SOU પાસેની સી પ્લેન સેવા નવા રૂપરંગ સાથે ફરીથી ચાલુ કરાશે
કોરોના ને કારણે અમદાવાદ થી કેવડિયા સી પ્લેન સેવા બંધ થઇ હતી પરંતુ હવે પ્રવાસીઓની ભીડ જોઈ ફરી સેવા શરૂ કરવામાં આવશે અને તે પણ નવા રૂપરંગ સાથે ચાલુ થશે. નવી કનેક્ટિવિટી વધશે, સરકાર અને વિભાગ વચ્ચેે સૈદ્ધાંતિક ચર્ચા થઇ છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી એક, મધ્ય ગુજરાતમાંથી અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ, sou કેવડિયા અને સુરતના પાણીનો કોઝવે આ ચાર જગ્યાએથી કન્ક્ટીવીટી બનાવી સી પ્લેન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે માટેના સર્વેનો હુકમ કર્યો છે. સુરતથી, ભુજ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની એર કનેક્ટિવિટી થશે. 9 સીટનું સી પ્લેન શરૂ થશે. ભુજથી અમદાવાદ 50 સીટનું સી પ્લેન શરૂ કરાશે.તે બાબતે હાલ સર્વે ચાલુ છે. કેવડિયા સી પ્લેન જલ્દી જ શરૂ થશે. - પૂર્ણેશ મોદી,કેબિનેટ મંત્રી, માર્ગ અને મકાન વિભાગ.

અન્ય સમાચારો પણ છે...