કોરોનાનો કહેર:ગૌરી વ્રતમાં પણ રાજપીપલાના ગાર્ડન બંધઃ કુંવારિકાઓ નારાજ

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના સંક્રમણને રોકવા તંત્રએ જાહેર સ્થળો લોકો માટે બંધ કર્યા

નર્મદા જિલ્લામાં વડા મથક રાજપીપલા ખાતે આવેલ પબ્લિક ગાર્ડન ગૌરીવ્રત ના સમયે બંધ રહેતા કુવારીકાઓ મુશ્કેલી માં મુકાઈ છે. અને જાય તો હવે ફરવા ક્યાં જાય એ મોટો પ્રશ્ન જોવા મળી એહયો છે. જોકે વધુ ભીડ થતી હોય બાળકીઓ સંક્રમિત ના થાય એ માટે પાલિકાનો નિર્ણય વાલીઓ એ પણ યોગ્ય ગણાવ્યો.

ગૌરીવ્રત કરતી કુંવારિકાઓને ફરવા જવા માટે કોઈ સ્થળ જ નથી
રાજ્ય ભરમાં હાલ જયા પાર્વતી વ્રત, ગૌરી વ્રત ચાલે છે. કુવારીકાઓ, બાલિકાઓ પાંચ દિવસ નું વ્રત કરતી હોય છે આ પાંચ દિવસ દરમ્યાન કુવારીકાઓ તૈયાર થઈ ને ગાર્ડન માં ફરવા જાય છે. અને ગાર્ડનમાં મોટી સંખ્યામાં બાળકીઓ યુવતીઓ ઉમટી પડે છે. યુવતીઓ ની મોટી સંખ્યા ને જોઈ પોલીસ દ્વારા યુવકો પર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવે છે. આજુબાજુના ગામડાની યુવતીઓ પણ રાજપીપલા ગાર્ડનમાં જ ફરવા આવે છે.ત્યારે હાલ રાજપીપલા નગરપાલિકા દ્વારા આ પબ્લિક ગાર્ડન બંધ રાખવામાં આવ્યું છે જેથી વ્રત કરતી યુવતીઓ અને બાલિકાઓ મુશ્કેલીમાં મુકાઈ છે. જોકે સરકાર ની ગાઈડલાઈન પ્રમાણે જાહેર ઉદ્યાનો બંધ રાખવાના હોય પાલિકા એ બંધ રાખ્યા એ યોગ્ય છે. પરંતુ હાલ મુશ્કેલી વ્રત કરનારા ની વધી હોય જાહેર માર્ગો પર બેસી ને રમવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...