રાવણ દહન:રાજપીપળાના કાછીયાવાડમાં અગિયારસે રાવણ દહન કરાયું

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાછીયાવાડ યુવક મંડળ દ્વારા 34 ફુટ ઊંચા રાવણની શોભાયાત્રા કાઢી

આસુરી શક્તિ ઉપર સત્યની વિજયના ઉત્સવ એટલે દશેરા અને જેની ઉજવણી પુરા ભારત માં કરવામાં આવે છે. દશેરાના દિવસે રાવણનો વધ રામ ભગવાને કર્યો, જથી બીજે દિવસે તેને અંતિમ સંસ્કાર કરાયો હતો.

માં આધ્યાસક્તિ નવદુર્ગા માતાઓના નવરાત્રીના પાવન પર્વ બાદ આસુરી શક્તિ ઉપર સત્યની વિજયના ઉત્સવ દશેરાને ઉજવવામાં આવે છે, દશેરાના દિવસે ઠેર ઠેર રાવણ દહન કરવામાં આવે છે,અને તમામ જગ્યા એ દશેરાના દિવસે જ રાવણ દહન કરવામા આવે છે, જયારે નર્મદા ના રાજપીપળા શહેર માં વર્ષોથી રાવણ દહન દશેરાના દિવસે નહિ પણ અગિયારસ ના દિવસે કરવામાં આવે છે, રાજપીપળાના કાછીયા સમાજ દ્વારા આશરે 34 ફૂટ ઉચો રાવણ બનાવવામાં આવ્યો, જેને રાજપીપલા શહેરમાં જાહેર માર્ગ પર ફેરવી ને બાદમાં નદી કિનારે લઈ જઈ ને રાવણ દહન કરવા આવે છે.

અન્ય સમાચારો પણ છે...