સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:નર્મદા જિલ્લાની 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી ,5 વાગ્યા સુધીમાં 85% મતદાન

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 519 બુથ પર મતદાન માટે મતદારોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ દેખાયો
  • આગામી મંગળવારે જિલ્લાના પાંચેય તાલુકાઓમાં તબક્કાવાર મતગણતરીની પ્રક્રિયા થશે

નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 03 ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદાનના શાંતી પૂર્ણ રીતે થયુ. 519 મતદાન મતગકો કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે આજે નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, ડેડિયાપાડા અને સાગબારામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું.

સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રથમ વખત મતદાન કરનાર રોશની વસાવાએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવાની સાથે સૌ કોઇને મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો. તેવી જ રીતે ભદામ ગામના રહિશ 90 વર્ષિય રાવજી પટેલ બન્ને પગે દિવ્યાંગ હોવા છંતા ભદામ ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકે લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં મતદાન કરીને મતદાનથી વિમૂખ રહેતા સશક્ત મતદારોને અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં સવાર થી જ ઉત્સાભેર મતદાન કરવા મતદારો એ લાંબી કતારો લગાવી હતી. જિલ્લામાં સવારે 7 વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી મતદારો એ મતદાન કરવા ઉત્સાહ બતાવ્યો હતો.

જિલ્લામાં સરેરાશ મતદાન 85 ટાકા જેટલું નોંધાયું
નાંદોદ તાલુકામાં 89 ટકા
ગરૂડેશ્વર તાલુકામાં 78 ટકા
તિલકવાડા તાલુકામાં 87 ટકા
ડેડિયાપાડા તાલુકામાં 88 ટકા
સાગબારા તાલુકામાં 79 ટકા
* 21 તારીખે પાંચ તાલુકામાં તાલુકની મતગણતરી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...