રાજકારણ:ભોરઆંબલી પંચાયતના વિભાજન મામલે ચૂંટણી બહિષ્કારની ચીમકી

રાજપીપળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત ચૂંટણીમાં અલગ ગ્રામપંચાયતનું તંત્રએ આશ્વાસન આપ્યું હતું

સાગબારા તાલુકાના ભોર આંબલી ગામના લોકોએ રાજ્ય ચુંટણી પંચ, જિલ્લા કલેક્ટરથી લઈને તમામ અધિકારીઓને લેખિત રજુઆત કરી પુનઃ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા તંત્ર દોડતું થયું છે. નર્મદા જિલ્લા સાગબારા ગૃપગ્રામ પંચાયત ભોરઆમલી જેમા ભોરઆમલી ગામમાં આશરે 1200 મતદારો છે. અને ગામ મોટીદેવરૂપણ માં આશરે 700 મતદારો છે. જેમાં બન્ને ગામના મતદારોની સર્વ સંમતીથી ગ્રામપંચાયત વિભાજન માટેની અરજી અગાઉ પાંચ વર્ષ પહેલા પણ કરી હતી, અને પાંચ વર્ષ પહેલા ભોરઆમલી ગ્રામપંચાયત બહિષ્કાર કરેલ હતો.

છતાં પણ બંને ગામો ની પંચાયત વિભાજન થયેલ નથી. હાલમાં રાજય સરકારે ગ્રામપંચાયતોની ચુંટણી પેહલા 153 ગ્રામપંચાયતની વિભાજની મંજુરી આપવા ગુજરાત સરકારે જાહેરાત કરેલ હતી. અને સરકારે જાહેર કરી દીધી છે પરંતુ કોઈ ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજનના હુકમો કર્યા નથી જેથી ગ્રામજનો એ રજુઆત કરી કે જો ગ્રામ પંચાયત વિભાજનના થાય તો અગાઉ પાંચ વર્ષ પેહલા જેમ ચુટણીનો બહિષ્કાર કરેલ હતો. હવે ફરી આ વખતે પણ આ બંને ગામોના એકપણ વ્યક્તિ મતદાન નહીં કરે એ માટેજેતે જવાબદારી સરકારની રહેશે એવું ગ્રામજનો એક શુરે કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...