ફરિયાદ:સાગબારાના ડાબકા ગામે વડીલો પાર્જીત મિલ્કતમાં બોજો પડાતા પોલીસ ફરિયાદ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ભાઈની સહીનો દુરુપયોગ કરી કુલ 7 લાખની લોન લીધી હોવાનું બહાર આવ્યું

સાગબારાના ડાબકા ગામના નિશાળ ફળીયામાં રહેતા રામસિંગ વસાવાએ સાગબારા પોલીસમાં પોતાના કૌટુંબિક પિતરાઈ ભાઈ અર્જુન વસાવા વિરુદ્ધ ફરિયાદ કરી કે તેમની વડીલો પાર્જીતની ડાબકા ગામની સીમમાં આવેલ સર્વે નંબર-91 જેનુ ક્ષેત્રફળ 3-67-72 (હે.આરે.ચો.મી) વાળી જમીનમાં પોતે કાયદેસરના હક્ક્દાર વારસદાર હોવા છતા તેમની જાણ બહાર અર્જુન વસાવા એ આ કામના આરોપીએ ફરીયાદીની સંમતિ લીધા વગર બીજા વારસદારોની 18 જૂન 21 નારોજ નોટરી રૂબરૂ સંમતિ પત્રક બનાવી,

ધી.મોટા કાકડીઆંબા ગૃપ ખેડુત સેવા સહકારી મંડળી લીમીટેડ(ખે.સે.સ.મં.લી.)માંથી રૂપિયા 3 લાખની લોન લઈ આ કામના ફરીયાદી નાઓની સંયુકત જમીનની માલીકી ઉપર બોજો ચઢાવી દઈ આજદિન સુઘી લોન ભરપાઈ નહી કરી ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યોની એટલે ફરિયાદ નોંધાવી હતી.

સંમત્તિ પત્રકનો ખરા તરીકે ઉપયોગ કરાયો
જયારે બીજી ફરિયાદ માં ઈનેશ વસાવા સર્વે નંબર -43 ખાતા નંબર-144 વાળી જેનુ ક્ષેત્રફળ 2-25-82 વાળી જમીનમાં આ કામના ફરીયાદીના પિતાજી કાયદેસરના હક્ક્દાર/વારસદાર હોવા છતા તેમની જાણ બહાર ફરીયાદીના પિતાજીના નામની ખોટી સહી કરી તથા ફરીયાદીના ફોઈ મોંઘી વસાવા મરણ ગયેલ હોય તેમ જાણવા છતા તેના નામે ખોટો અંગુઠો કરી લોન લેવા માટે 8 જુલાઈ 18 નારોજ નોટરી રૂબરૂ સંમતિ પત્રક બનાવી, સંમતિ પત્રક ખોટુ અને બનાવટી હોવાનુ જાણવા છતા આ કામના આરોપીએ તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશન ગાંધીનગર નાઓ પાસેથી રૂપિયા 4 લાખની લોન લઈ આરોપીએ આ કામના ફરીયાદીની સંયુકત જમીનની માલીકી ઉપર બોજો ચઢાવી દઈ લોન ભરપાઈ નહી કરાતા ગુનો નોંધ્યો.

અન્ય સમાચારો પણ છે...