તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ઇકોસેન્સિટિવ ઝોનનો કાયદો કેન્દ્રમાંથી રદ થશે એ નક્કી જ છે, ભરમાવનારાથી ચેતજોઃ સાંસદ

રાજપીપલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2016માં ઇકો સેન્સેટિવ ઝોનના નામે ચૂંટણી જીતી કોંગ્રેસ-બીટીપીએ જિલ્લામાં અરાજકતા ફેલાવીઃ ભાજપ પ્રમુખ

નર્મદા જિલ્લામા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા તમામ પાર્ટીએ મુખ્ય મુદ્દો ઇકોસેન્સેટિવનો બનાવી દીધો હતો. ત્યારે બજેટ સત્રમાં સાસંદ મનસુખ વસાવાએ સંસદમાં આ કાયદો રદ કરવાની માગ કરી હતી. હવે ભારતીય જનતા પાર્ટી 2016માં થયેલી ભૂલોને હટાવી પોતે ઇકોસેન્સેટિવનો મુખ્ય મુદ્દો બનાવી લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે. રાજપીપલા વડિયા ચોકડી પાસે સાંસદ મનસુખ વસાવાનોે સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં ઇકોસેન્સેટિવ ઝોનમાં સમાવાયેલા 121 ગામોના આગેવાનો હાજર રહ્યા હતા.

સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, ઇકો સેન્સેટિવનો મુદ્દો હતો એન્ટ્રીઓ ખેડૂતોના ખાતામાં પડી જે વાત મળી એટલે સૌથી પહેલા મેં મુખ્ય મંત્રી અને વડાપ્રધાન ને પત્ર લખ્યો ગણપતભાઈ વસાવા સાથે બેસી ચર્ચા કરી. કેન્દ્રમાંથી આ કાયદો રદ થવાનો છે તે નક્કી જ છે. ખોટા લોકોથી ભરમાવાની જરૂર નથી. આવા લોકોથી થોડા ચેતીને રહેજો.

કોંગ્રેસ - બીટીપી પાંચ વર્ષ કેમ બેસી રહ્યા
આ મુદ્દે સાહેબે રાજીનામુ આપ્યું હતું. પણ જો હવે સરકાર કોઈનું ખેતર કે ઘર ખાલી કરાવશે તો અમે બધા તેમની સાથે રાજીનામુ આપી દઈશું. 2016માં ઇકો સેન્સેટિવ ઝોનના નામે ચૂંટણી જીતી કોંગ્રેસ બીટીપીએ સત્તા હાંસલ કરી પાંચ વર્ષથી જિલ્લામાં અરાજકતા ફેલાવી છે. કોઈ કામ કર્યા નથી. ફરી ચૂંટણી આવી એટલે એજ મુદ્દો ઉઠાવ્યો. પાંચ વર્ષ કેમ બેસી રહ્યા તેમ કહી પ્રહારો કર્યા હતા. > ઘનશ્યામ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો