પાણીની આવકમાં વધારો:ડેડિયાપાડા વિસ્તારમાં સારા વરસાદને કારણે કરજણ ડેમ 77% પાણીથી ભરાયો

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણ ડેમની મહત્તમ સપાટી 116.10 મીટર જ્યારે હાલની સપાટી 111.34 મીટર

ભરૂચ નર્મદાના ખેડૂતો માટે સિંચાઇ પૂરું પાડતો કરજણ ડેમ ડેડિયાપાડા વિસ્તારોમાં સારો વરસાદ પડવાને કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. અને કરજણ ડેમ તેની મહત્તમ સપાટી તરફ આગળ વધી રહ્યો છે. હાલ 77.85 ટકા જેટલો ભરેલો છે. એટલે કે ભરૂચ નર્મદાના જેટલા પણ ખેડૂતોના ખેતરો આવે છે તેમને સિંચાઈનું પાણી આપવા હાલ ડેમ સક્ષમ બની ગયો છે.

કરજણ ડેમની હાલ સપાટી 111.34 મીટરે છે. જ્યારે મહત્તમ સપાટી 116.10 મીટર છે. એટલે સાડા 5 મીટર જેટલી ખાલી છે. હાલ ઉપરવાસમાં વરસાદને લઈને 10,0120 ક્યુસેક પાણીની આવક છે. એક દિવસમાં 38 સેમી જળ સપાટી વધી છે. કરજણ ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 395.42 મિલિયન ક્યુબીક મીટર જેટલો થયો છે. કરજણ ડેમ 77.85 ટકા ભરાતા નર્મદાના નાંદોદ, ગરુડેશ્વર અને ભરૂચના નેત્રંગ, વાલિયા, ઝઘડિયા આ પાંચ તાલુકાઓને સિંચાઇના પાણીનો સીધો ફાયદો થશે. જેને લઈને ખેડૂતો માં પણ ખુશી છે.

અન્ય સમાચારો પણ છે...