તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે ઘરે પાણી:નર્મદા જિલ્લામાં જલજીવન મિશન અંતર્ગત 91 ગામોના 10,548 ઘરોમાં પેયજળ યોજના મંજૂર

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવાસી અધિકની ઉપસ્થિતિમાં મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં જલજીવન મિશન અંતર્ગત જિલ્લાના કોઇપણ ગામનું ઘર પીવાનાં પાણી માટેના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે વાસ્મો દ્વારા સુચારૂં આયોજન ઘડી કઢાયું છે. જે અન્વયે નર્મદાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના 91 ગામોના કુલ 10,548 ઘરોને આવરી લેતી 2974.90 લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

સાગબારા તાલુકાના ઉમરાણ, ઉભારીયા, રછવાડા, નવાગામ(જાવલી), મોરાવી, ખરપાડા, ગોટપાડા, બોદવાવ, ચીંબાપાણી, મોટા ડોરાંબા, નાના ડોરાંબા સહિતના ગામોની મંજુરીમાં સમાવેશ થાય છે. જિલ્લામાં અંતરિયાળ એવા માથાવાડી ગામના ચીનકુવા માં વર્ષોથી પાણીની સમસ્યા બે કુવા પર આખું ગામ નિર્ભર છતાં આ 91 ગામોમાં તંત્રએ ચીનકુવા ગામનો સમાવેશ કર્યો નહીં PMO માં રજુઆત છતાં તંત્રએ એક ગામ ના ઉમેર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...