તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:ડો. શ્યામાપ્રસાદ સ્મૃતિવનમાં 5000 છોડનું વૃક્ષારોપણ કરશે

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાજપના પ્રદેશ અધ્યક્ષ આવતી કાલે 7 જુલાઈ 21 ના રોજ સાંજે 4 કલાકે ભદામ થઇ લાછરસ આવશે, સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત જિલ્લાના તાલુકાના શહેર ના હોદેદારો તેમનું ભાવભીનું સ્વાગત કરશે. ભદામ લાછરસ રોડ હાલ તૈયાર છે જે રોડ થી લાછરસ પહોંચશે જ્યા ટંકારીથી શહેરાવ રોડનું ખારમુહર્ત કરશે, લાછરસ ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ વન નિર્માણ પામનાર છે જ્યા 5000 વૃક્ષો નું વૃક્ષા રોપણ કરવામાં આવશે. જ્યા સ્ટેજ પર તેમનું સ્વાગત કરી સી.આર.પાટીલ માર્ગદર્શન પણ આપશે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની મુલાકાત ને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમનું ગામેગામ સ્વાગત થાય લાછરસ માં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ભાજપના કાર્યકરો અને હોદેદારો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...