દર્દીઓની સેવામાં ખડે પગે:આદિવાસી વિસ્તારમાં 20 વર્ષથી ડો.રશ્મી રંજનનો અનોખો સેવાયજ્ઞ

રાજપીપળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંપતી 10 વર્ષ કેવડિયા અને 10 વર્ષથી તિલકવાડામાં ખડે પગે સેવામાં

આજે વિશ્વ મહિલા દિવસે મહિલાઓ ના સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લામાં છેલ્લા 20 વર્ષથી તબીબી સેવા કરતા સરકારી મેડિકલ ઓફિસર ડો.રશ્મિ રંજન આમ તો જાહેર દુનિયામાં જવા કરતા પોતાની ફરજ ને વધુ પ્રાધાન્ય આપે છે. તેમને કોઈ પબ્લિસિટી કે ફોટા પડાવવાનો અથવા પોતાની કામગીરીને સારી દેખાડવા માટેના પ્રયત્નો કરવામાં તેઓ બિલ્કુલ નથી માનતા. પરંતુ તેઓ જ્યારથી તબીબી ક્ષેત્રમાં જોડાયા બાદ બસ દિલથી સ્થાનિક આદિવાસી લોકોની સેવામાં લાગી ગયા છે. આ સેવાના કાર્યમાં 20 વર્ષ થયા પણ એજ સ્ફૂર્તિથી આજે પણ કામ કરી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન પણ તેમણે પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર કોરોનાના દર્દીઓની નિષ્ઠાપૂર્વક સારવાર કરી ડૉક્ટર તરીકેની પોતાની કામગીરી નુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

મહિલા મેડિકલ ઓફિસર તરીકે સામુહિક આરોગ્ય કેન્દ્ર તિલક્વાડા ખાતે લગભગ 10-વર્ષ અને નર્મદા જિલ્લામાં છેલ્લા 20 -વર્ષથી કોઈ સ્વાર્થ વગર તાલુકા અને નર્મદા જિલ્લાની ગરીબ અને આદિવાસી પ્રજાની આરોગ્ય ક્ષેત્રે સેવા કરી રહ્યા છે. તેઓની સાથે એમના પતિ ડો.સુબોધ કે કુમાર તાલુકા હેલ્થ ઓફિસર પણ તેમની સાથે ખભે ખબો મિલાવીને આ તાલુકાની પ્રજાની આરોગ્ય વિષયક કામગીરી કરી રહ્યા છે.

પ્રસુતાની ડિલીવરી માટે દરેક ગામની આશાબહેનો અથવા સગર્ભાના સગાં સીધાં જ ડો. રશ્મિબેનને કોલ કરીને મેડમ તમે આજે ફરજ પર છો તો અમે કેશ લઈને દવાખાને આવીએ છીએ તેમ કહી પોતાના હોવાનું લોકો પણ માને છે.

અન્ય સમાચારો પણ છે...