તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોકટરોનો વિરોધ:સેવ ધ સેવિયરના સૂત્રોચ્ચાર સાથે રાજપીપલામાં ડોકટરોનો વિરોધ

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં ડોકટરો પર થતા હુમલા બંધ કરો તેવાં બેનર લગાવવામાં આવ્યા હતા

દેશભરમાં ડોકટરો સહિતના આરોગ્ય કર્મીઓ પર હુમલાઓના બનાવ બનતા હોય છે. તાજેતરમાં અસામમાં ડોકટર ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. આવી અનેક ઘટનાઓ વારંવાર બને છે ત્યારે આ પરિસ્થીતીઓને ધ્યાન લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નર્મદા દ્વારા “સેવ ધ સેવિયર “ના નારા સાથે રાષ્ટ્ર વ્યાપી વિરોધ નોંધાવવામાં આવી રહ્યું છે.

રાજપીપલા શહેરમાં પણ આજે સવારે આઇએમએ દ્વારા જીલા સેવાસદન ખાતે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આરોગ્ય કર્મીઓ ઉપર થતા હુમલાઓ સામે આજે જિલ્લા કલેકટર ડી.એ.શાહ ને આઇએમએ નર્મદા ના પ્રમુખ ડો.ગિરીશ આનંદ, મંત્રી ડો.હિતેન્દ્રભાઈ, તથા પૂર્વ પ્રમુખ ડો.દર્શનાબેન દેશમુખ, રેડક્રોસ ના ડો.જાદવ, ડો.સમીર મહેતા, ડો.પૂર્વેશ શાહ વગેરે તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ “સેવ ધ સેવિયર “ડોકટરો પર થતા હુમલો બંધ કરો ના બેનર લગાવવામાં આવ્યા હતા. જોકે ડોકટરો દ્વારા પોતાની સેવા ચાલુ રાખવામાં આવી હતી.આઇએમએની વડી શાખા (નવી દિલ્લી )ના આદેશા અનુસાર તમામ રાષ્ટ્રવ્યાપી શાખાઓ દ્વારા આરોગ્ય કર્મીઓ પર થતા હુમલાઓ સામે આજે “સેવ ધ સેવિયર “ના નારા સાથે વિરોધ પ્રદર્શ કરવામાં આવ્યું હતું.

આઇએમએ ના પ્રમુખ ડોક્ટર ગિરીશ આનંદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. ડોકટર અને નર્સો પર થતા હુમલાઓ સામે સખ્ત કાયદો અને તેના ત્વરિત અમલીકરણ માટેની માંગ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...