આદેશ:બોગસ ડિગ્રી કૌભાંડના 6 આરોપીની જામીન અરજી ડિસ્ટ્રીક્ટ કોર્ટે ફગાવી

રાજપીપલા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિરસામુંડા યુનિવર્સિટીના નામે બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું હતું

નર્મદા જિલ્લામાં બોગસ ડિગ્રી કૌભાંડમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે છ જેટલા છે. આરોપીઓ છે તેઓએ સેશન કોર્ટમાંથી જામીન માગ્યા હતા. પરંતુ સેસન્સ કોર્ટમાંથી તેઓના જામીન નામંજુર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસે મહિના પહેલા આંતરરાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં સૌ પ્રથમ એલ.સી.બી, નર્મદા એ દિલ્હીથી આ કૌભાંડની મુખ્ય મહિલા આરોપી બેઉલા નંદ રેવ બીસી નંદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

નર્મદા પોલીસ અધિક્ષક ડો.હિમકર સિંહે આ કેસની તપાસ માટે SIT ની રચના કરી તપાસ DYSP વાણી દુધાત ને સોંપી, તેમના નેતૃત્વમાં પોલીસ ટીમો જેમ તાપસ નો રેલો જાય તેમ દોડતા આ ફેક ડિગ્રી કૌભાંડમાં નર્મદા પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ કરવામાં આવતા અત્યાર સુધી મુખ્ય આરોપી સહિત 11 ની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓ દ્વારા અલગ અલગ રાજ્યોમાં આવેલ યુનિવર્સિટી / બોર્ડના બેકડેટના અસલ લાગતી માર્કશીંટ તેમજ અલગ-અલગ ડીગ્રી સર્ટીફિકેટની ફિજીકલ અને ડીઝીટલ કોપીઓ બનાવી વિદ્યાર્થીઓને ડીલીવર કરી ઓનલાઇન વેરીફીકેશ કરાવતા હતા. નર્મદા જીલ્લાની સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમેં ચોક્કસ લોકેશન આધારે અલગ-અલગ ટીમો બનાવી બીજા કુલ 11 આરોપીઓને ઝડપી પાડયા છે.

અન્ય સમાચારો પણ છે...