તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:નિરાધાર પરિવારોને નવસારીના સાંસદના હસ્તે કિટનું વિતરણ

રાજપીપલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોંધારાનો આધાર પ્રોજેક્ટ માર્ગદર્શિકા પુસ્તિકાનું સાંસદે વિમોચન કર્યું

નવસારીના સાંસદ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા પ્રશાસન દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગ થકી હાથ ધરાયેલા “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત શરૂ કરાયેલા “સેન્ટ્રલ કિચન” દ્વારા રાજપીપલા શહેરમાં ફૂટપાથ પર પોતાનું જીવન ગુજારતા લોકોને બે ટંકનું ભોજન પુરું પાડવાની માનવીયતાસભર પ્રવૃત્તિ અંતર્ગત રાજપીપલામાં હરસિધ્ધી માતાજીના મંદિર સામેના વિસ્તારમા વસવાટ કરતા આવા નિરાધાર પરિવારના સભ્યોને સી.આર પાટીલે ગતરોજ સાંજનું ભોજન પિરસ્યું હતું.

તેમજ જીવન જરૂરીયાતની તમામ પ્રકારની ચીજવસ્તુઓની કિટ્સના વિતરણની સાથે દિવ્યાંગ લાભાર્થીને સાધન-સહાય અર્પણ કરાઇ હતી. ત્યારબાદ “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” માર્ગદર્શિકા પુસ્તિકાનું સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે વિમોચન પણ કરાયું હતું. જેમની સાથે છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ યુવા અગ્રણી નીલ રાવ, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ સહિત વરિષ્ઠ પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને ઉક્ત કિટ્સ વિતરણમાં સહભાગી બન્યાં હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપલા શહેરમાં જેમના માથે આકાશની છત અને જમીનનો ઓટલો છે એવા સાવ નોંધારા પરિવારોનો સર્વે કરીને સાવ અસહાય પરિવારોના સદસ્યોને વિવિધ પ્રકારે મદદરૂપ બનીને તેમને સમાજમાં સ્થાપિત કરવા માટે જિલ્લા પ્રશાસને હાથ ધરેલા પ્રયાસોની વિસ્તૃત જાણકારી આપી.સી.આર પાટીલે આ માનવીયતાસભર પ્રવૃત્તિથી વાકેફ કર્યાં હતાં. જિલ્લા પ્રશાસનના પ્રયાસોને બિરદાવી જિલ્લા કલેક્ટર સહિત તેમાં સહયોગી સહુ કોઇને અભિનંદન આપ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...