તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ લાભાર્થી મહિલાઓને સ્વરોજગારી માટે હાથલારી અને સિલાઇ મશીનનું વિતરણ

રાજપીપલા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર ડી. એ. શાહે મંત્રીઓને આ પ્રોજેક્ટ અંતર્ગતની ઝીણવટભરી જાણકારી સાથે જરૂરી વિગતોથી વાકેફ કર્યાં

ફુટપાથ પર રઝળતા નોંધારા પરિવારોને નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, પ્રજાજનો વગેરેના સહયોગથી સેન્ટ્રલ કિચનના માધ્યમથી બે ટંક શુધ્ધ ભોજન અને સવારથી રાત્રી સુધીના સમયગાળા દરમિયાન વ્યક્તિને જરૂરી એવી જીવન જરૂરિયાતની અંદાજે 43 જેટલી વિવિધ ચીજવસ્તુઓ ધરાવતી કિટ્સ પુરી પાડવા ઉપરાંત વિવિધ સરકારી સહાય યોજના અંતર્ગત જે તે લાભો પુરા પાડવાની સાથે તેઓ પણ સ્વમાનભેર જીવન ગુજારી સમાજ-રાષ્ટ્રની મુખ્યધારામાં જોડાઇ શકે તે માટે અમલી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટને વિવિધ મહાનુભાવો, રાજપીપલાના નગરજનો-જિલ્લાવાસીઓ તરફથી ઉમળકાભેર આવકાર સાથે ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

તાજેતરમાં ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યકક્ષાના ગ્રામ વિકાસ તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલામાં રાજવંત પેલેસની સામે શીતળા માતાના મંદિર પાસે આ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત બે લાભાર્થી મહિલાઓને ભોજન પીરસવાની સાથે જીવન જરૂરિયાતની કુલ-43 જેટલી ચીજવસ્તુઓ ધરાવતી કિટ્સનું વિતરણ કરાયું હતું. તદ્ઉપરાંત સ્વરોજગારી માટે માનવ ગરિમા યોજના હેઠળ વજન કાંટા સહિતની હાથલારી તેમજ એક લાભાર્થી મહિલાની દિકરીને પણ સ્વરોજગારી માટે સિલાઇ મશીનની કિટનું વિતરણ કરાયું હતું.

તેવી જ રીતે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઇ રાદડીયાએ પણ તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન આ પ્રોજેક્ટ અંતર્ગત એક મહિલા લાભાર્થીને ભોજન પીરસવાની સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ્સનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...