તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:રાજ્ય સરકાર દ્વારા રાજપીપલા નગરપાલિકાના કર્મચારીઓ - રોજમદારોને અનાજ કીટનું વિતરણ

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સેવાયજ્ઞ અભિયાન હેઠળ તમામ કોરોના વોરિયર્સને અનાજ કીટ આપી

કોરોના કાળમાં શહેરની સફાઈ હોય કે શહેરમાં સેનિટાઇઝર છંટકાવ કે પછી કંટેનમેન્ટ ઝોનમાં સમાન આપવાનો તમામ કર્મચારીઓ કામગીરીમાં જોતરાયેલા રહેતા જેથી નગરપાલિકાના તમામ કર્મચારીઓ ને કોરોના વોરિયર્સ ગણી રાજ્ય સરકાર દ્વારા કોરોના સેવા યજ્ઞ આભીયાન હેઠળ કોરોના વોરિયર્સ ને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ સાથે સફાઈ કર્મચારીઓ અને રોજમદારો ને 2 મહિનાનો એક સાથે પગાર કરવાની જાહેરાત પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે કરતા સૌ કર્મચારીઓએ વધાવી લીધા હતા.

આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના સેવાયજ્ઞ અભિયાન હેઠળ તમામ કોરોના વોરિયર્સને અનાજ કીટ આપી તેમની મદદ કરવાનો હેતુ છે. રાજ્યમાં ભાજપની સરકાર દ્વારા કોરોના માં ઓક્સિજન પ્લાન્ટો, ઓક્સિજન બેડ સહીત તમામ સુવિધાઓ ઉભી કરી કોરોનમાં પ્રજા સાથે રહીને કામગીરી કરી છે. એવીજ રીતે મફત અનાજ, ખડૂતોને મફત બિયારણ, ખાતર સહીત અનેક રૂપે સહાય કરવામાં આવી છે આજે પાલિકાના તમામ કર્મચારીઓને 200 જેટલી કીટ સહાય તરીકે આપવામાં આવી તમામ કર્મચારીઓ ને અનાજ કીટ મળતા ખુશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...