તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપીપલામાં ફરી પાણીનો કકળાટ:પાલિકાના વોર્ડ-4માં પુરતા ફોર્સથી પાણી નહીં આવતાં ગૃહિણીઓમાં નારાજગી

રાજપીપલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા તંત્ર લોકોની પાણીની જરૂરિયાત સંતોષવામાં નિષ્ફળ : પ્રજાના રોષનો ભોગ બનતા વોર્ડ સભ્યો

રાજપીપલા નગરપાલિકાના વોર્ડ -4 અને 5 જેવા વોર્ડ માં પાણીનો પ્રશ્ન વર્ષોથી વણઉકેલ્યો છે. એવીજ રીતેઘણા વોર્ડ પાણી ની પાણી ની સમસ્યા છે જેમાં વોર્ડ4 ના ભાટવાડા હોળી ચકલા, દોલતબજાર, દરબાર રોડ સોની વાડ, વિશાવગા સહીતના વિસ્તારમાં પાણી ના પોકાર ઉઠ્યા છે ભર ઉનાળે લોકોએ પાણી ને બચત કરી વાપર્યું છે વારંવાર પાલીકા ના સ્થાનિક સભ્યો ને રજુઆત કરે પણ થઇ જશે એવી વાત કરી મુખ્ય આધિકારી ને રજુઆત કરે છે પરંતુ ખર્ચની વાત આવે તો પાલિકા ખર્ચ કરવા તૈયાર થતી નથી એમાં પ્રજા પીસાઈ રહી છે એટલે જેમ બને તેમ નવી પાણીની પાઇપ લાઈન નંખાઈ એ જરૂરી બન્યું છે.

પાણી ફોર્સમાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી બન્યું છે. રાજપીપલાના ભાટવાડા અને સોનીવાડ વિસ્તાર માં પાણી એકદમ ધીમું આવે છે. પરંતુ તંત્ર બેદરકારી દાખવે છે પહેલા પાલિકા પ્રમુખ સત્તાધીશો અને મુખ્ય અધિકારી ભેગા મળીને નિકાલ લાવતા હતા પરંતુ હાલ પાલિકા ના સદશ્યો જાતે જણાવી રહ્યા કે ચીફ ઓફિસર સહકાર અપાતા નથી પ્રજાના પ્રશ્ને સહકાર ના આપે એવા અધિકારી પર પણ રાજપીપલા ની પ્રજા નારાજ છે. ત્યારે હવે જેમના પર વિસ્વાસ મૂકી પ્રજાએ ચૂંટ્યા છે એવા પ્રજાના સેવકો સભ્યો અને પ્રમુખ જરૂરી રસ્તો કાઢી તમામ વિસ્તારોમાં પાણી પૂરતું અને ફોર્સ થી પહોંચે એ જરૂરી છે.

વોટરવર્કસની ટીમને સૂચના આપી દીધી છે
પાણીનો પ્રશ્ને કોઈ ફરિયાદ મારી પાસે આવી નથી. બે દિવસ વીજ કાપ હતો. વોર્ડ 4 અને 5માં પાણીનો પ્રશ્ન નથી. હું બધા વિસ્તારમાં ફર્યો છું. પાણી ધીમું તો આવે છે પણ નથી આવતું તે વાત ખોટી છે. વોટરવર્કસ ની ટીમને સૂચના આપી દીધી છે - પરાક્રમસિંહ મકવાણા,ચીફ ઓફિસર.

પાણીની પાઈપલાઈન બદલવાથી સમસ્યા હલ થશે
વાવડી અને કરાંઠાથી આવતા પાણીની પાઈપલાઈન બદલવાની છે જે ખર્ચ કરવાથી આ સમસ્યા હલ થઇ શકે છે. પણ એ ખર્ચ કરવા મુખ્ય અધિકારી તૈયાર નથી એટલે શું પ્રજાને પાણી વગર રાખી અમારી છાપ બગાડવા માંગે છે. જેમ બને તેમ પાણી પૂરતું મળે એ માટેની કામગીરી કરવી જરૂરી બની છે.- ગિરિરાજસિંહ ખેર,પાલિકા સભ્ય, વોર્ડ -4.

અન્ય સમાચારો પણ છે...