જોહૂકમી:નાંદોદના શહેરાવ ગામે વરસાદી પાણીનો નિકાલ દલિત પરિવારોના રહેણાંક તરફ કરી દેતા મુશ્કેલી

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનું વહેણ બદલવા સબડિવિઝન મેજિસ્ટ્રેટનો હુકમ છતાં કામ નહીં કરાતાં રોષ

નાંદોદ તાલુકાના શહેરાવ ગામે રહેતા બે પરિવાર દ્વારા નીચાણ માં રહેતા દલિત પરિવારોના ઘર તરફ વરસાદી પાણીના નિકાલ ની ગટર વાળતા આ દલિત પરિવારના ઘરમાં પાણી ભરાય છે. ઘર વખરીનો સમાન પલળી જતા વારંવાર રજૂઆત છતાં વહેણ બીજી દિશામાં ન કરાતા પરિવારે સબડિઝનલ મેજિસ્ટેટની કોર્ટમાં અરજી કરતા તાત્કાલિક વહેણ બદલવા હુકમ કર્યો હતો. છતાં તલાટીએ કોઈ પગલાં ન લેતાં ફરી જિલ્લા કલેક્ટરના દ્વાર ખખડાવી મદદ માંગી છે.

શહેરાવ ગામે રહેતા અમરસિંહ દલપતસિંહ અંબાલીયા અને છત્રસિંહ દલપતસિંહ અંબાલીયા આ બંને પરિવારો ના મકાનો ઉંચાઈ પર આવેલા છે જેમના રહેણાંક થી થોડી દૂર નીચાણ વાળા વિસ્તારમાં દલિત પરિવાર મણિલાલ અંબાલાલ રોહિતનો પરિવાર રહે છે. અમરસિંહ અંબાલીયા ના વાળાના ભાગમાં વરસાદી પાણી એકત્રિત થતું હોય જે અન્ય દિશામાં વાળવા કરતા આ દલિત પરિવારના ઘર તરફ વાળવામાં આવ્યું છે.

વરસાદ પડે એટલે આ પરિવારના ઘરમાં પાણી ભરાય અને તમામ માલ સમાન પલળી જતા દરવર્ષે નુકસાન થાય, પાણી ભરાતા આરોગ્ય પણ જોખમાયું છે. આ પાણીનું વહેણ ખાલી બદલી નાખે તો આ પરિવારોનું નુકસાન અટકી જાય, ગંદકી પણ ના થાય પણ આ વહેણ બદલવામાં આવતું નથી, તલાટી સરપંચ ને રજુઆત કરવા છતાં બદલતા નથી. સબડિવિઝન મેજિસ્ટેટના હુકમનું પણ તલાટી કે રહીશો પાલન કરતા નથી.

પોલીસ અધિક્ષકના હૂકમનો અનાદર
પોલીસ અધિક્ષકનો પાંચ દિવસમાં રિપોર્ટના હુકમનો પણ અનાદર સબડિઝાનલ મેજિસ્ટેટના હુકમ બાદ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરતા 30 જૂન 21 ના રોજ થાણા ઇન્ચાર્જ અધિકારીએ જાતે તપાસ કરી દીન પાંચમાં રિપોર્ટ કરવાનો હુકમ કર્યો હતો. અને જો તપાસ કરતા ગુનો બનતો હોય તો ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. પરંતુ જવાબો લીધા કે હતા કે શું કાર્યવાહી કરી પણ હજુ આ પ્રશ્ન નો નિકાલ થયો નથી આજે પણ આ પરિવાર હાલ વરસાદમાં પાણી ભરાતા મુશ્કેલી વેઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...