શ્રદ્ધા:મહારાષ્ટ્રમાંથી કાગળના ઘોડા લઇ ભક્તો ભાદરવાના મંદિરે પહોચ્યાં

રાજપીપળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાદરવાનું ભાથીજી મંદિર ભક્તો માટે ખુબ આસ્થાનું કેન્દ્ર

કારતક સુદ ચૌદસ અને પુનમના દિવસે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે ભાથીજી મહારાજ નો મેળો દર વર્ષે ભરાય છે. આ મેળામાં ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી વિસ્તરોમાંથી કાગળ કામડીના ઘોડાઓ લઈને ભાથીજી મહારાજ બની નાચતા ગાતા પગપાળા ચાલી ને આવે છે. ભક્તો પુરી શ્રદ્ધા અને આસ્થા રાખી બધા પ્રમાણે ભાદરવા દેવના મંદિરે દર્શન કરવા આવે છે અને ધજા ચઢાવી કાગળ કામડીનો બનાવેલ ઘોડો ભાથીજી દાદા ના ધામમાં ચઢાવે છે.

બીજા સંઘો ફગાવેલ પણ જાય છે. કોરોના માં છેલ્લા બે વર્ષથી મંદિરો અને મેળાઓ બંધ હોય ભક્તો પોતાની ભક્તિ કરી શકતા નહોતા લોકો બધા આખડી રાખીને પાંચ વર્ષ સુધી પગપાળા ચાલીને જવા માટેની બધા હોય તેવા ભક્તોની બાધાઓ ખંડિત થઈ હતી પરંતુ હાલ કોરોનાની અસર ઓછી હોય. સરકાર દ્વારા છૂટછાટ મળતા આ વર્ષે પગપાળા સંઘોની સંખ્યા વધી હતી.

અન્ય સમાચારો પણ છે...