તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કેવડિયામાં ભાજપની જીત છતાં સ્થાનિક આદિવાસી સત્તામંડળોએ વિરોધ કર્યો

રાજપીપળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • SOU સત્તામંડળ કાયદાની કોપી હોળીમાં દહન કરી આદિવાસીઓએ હોળી માનવી

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સ્થાનિકોને રોજગારીને લઈને સ્થાનિક આદીવાસીઓ અવાર નવાર વિરોધ કરતા રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો એનો પણ સ્થાનિક આદીવાસીઓ વિરોધ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ વિધેયક રદ કરો એવી માંગ સાથે વિરોધ દરમિયાન સ્થાનિક આદિવાસીઓ અને પોલિસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા કરતા હોય છે. પરંતુ સરકારે વિકાસ ના નામે સત્તા મંડળ સ્થાનિકો પર થોપ્યું છે. જેના અધિકારીઓ સ્થાનિક આદિવાસીઓ સાથે અમાનવીય વ્યવહાર કરી રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓએ “હોળી” ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ વિધેયકની કોપીનું હોળીમાં દહન કરી વિરોધ કર્યો હતો.”હોળી” એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે, “હોળી” ની આદિવાસીઓ આસ્થા સાથે પૂજા અર્ચના કરી પોતાના ધંધા રોજગારની શરૂઆત કરતા હોય છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કેવડિયા ગામના આદિવાસીઓએ આસ્થા સાથે હોળીની પૂજા પણ કરી હતી અને સાથે સાથે હક માટે સરકાર વિરુદ્ધ દેખાવો પણ કર્યો હતો

.કેવડીયામાં “હોળી” તહેવાર નિમિતે મોટી સંખ્યામાં ગામના આદિવાસીઓ ભેગા થયા હતા “હોળી” પ્રગટાવી હતી. અને એમાં SOUસ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ વિધેયકની કોપીને સળગાવી આસ્થાની સાથે સાથે સરકારનો વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો