તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાના વિરોધમાં નર્મદા કોંગ્રેસનું પ્રદર્શન

રાજપીપળા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ કાયદા રદ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધિને આવેદન પાઠવ્યું

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કૃષિ લક્ષી કાયદા બનાવ્યા છે જેનો વિરોધ કરી કોંગ્રેસ આન આગેવાનો એ કલેક્ટર કચેરી ખાતે ભેગા થઇ જિલ્લા કલેક્ટરને આવેદન આપી આ કાળા કાયદાનો સખત વિરોધ નોંધાયો હતો. જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વાળંદ, નાદોંદ ધારાસભ્ય પી ડી વસાવા, ઞુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસ ઉપપ્રમુખ જયંતિ વસાવા માઇનોરિટી સેલ પ્રમુખ ઈમ્તિયાઝઅલી કાદરી, તમામ તાલુકાના કોગ્રેસ પ્રમુખો સહિતના આગેવાનો હાજર રહી ને આ ખેડૂતો માટે બનાવેલા કાળા કાયદાનો વિરોધ કરી તાત્કાલિક ધોરણે આ કાયદો રદ કરવાની માંગ કરી હતી. આ બાબતે ધારાસભ્ય પી.ડી.વસાવા એ જણાવ્યું હતું કે દેશમાં ચાલી રહેલી ખેડુત આદોલન ને સમર્થન આપી ભાજપ સરકારે પાસ કરાવેલ ખેડૂતો વિરોધી કાયદો રદ કરવા અંગે મહામહીમ રાષ્ટ્રપતિ રામનાથકોવિંદ ને નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ મોદી સરકારે 62 કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશમાં ચાલતી હરિત ક્રાંતિ ને ખતમ કરવાનું એક મોટું સડયંત્ર રચી રહી છે. જેથી અમે વિરોધ કરીએ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો