આવેદન:UPના લખીપુરની ઘટના સંદર્ભે તિલકવાડામાં ખેડૂતોનું પ્રદર્શન

રાજપીપલા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • APMC ખાતે ધરણા કરી રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. UP ના લખીમપુર ના ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. તિલકવાડા APMC બહાર ધરણાં પ્રદર્શન કરી રેલી જાહેર માર્ગો પર નીકળી હતી.

પ્રદેશના લખીમપુરા માં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કચડી નાખી નરસંહાર કરવા મામલે દેશભરમાં વિરોધની આગ ભભૂકી ઉઠી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા તિલકવાડા, APMC બહાર ધારણા પ્રદર્શન રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ ઘરણા પ્રદર્શન કરીને મામલતદાર ને આવેદન આપી ખેડૂતોના હત્યારાઓને ફાંસી આપવાની ઉગ્ર માંગ કરી છે. કાર્યક્રમમાં નર્મદાના કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ વાળંદ, પૂર્વ પ્રમુખ મહેન્દ્ર, APMC ચેરમેન રેમતુલ્લાખાન ધોરી સહિત કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતાં​​​​​​​

અન્ય સમાચારો પણ છે...