રજુઆત:શિક્ષકોનો પડતર માગોને લઈ દેખાવો, MLA પી.ડી.વસાવાને આવેદન આપ્યું

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળા આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની 132 મી જન્મ જયંતીની ઉજવણી કરી

રાજપીપળા આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની 132 મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી જેમાં દલિત આગેવાનો સરકારી કર્મચારીઓ સહિત નગર આગેવાનો મોટી સંખ્યામાં રાજપીપલા સ્થિત ડો.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા ને ફુલહાર કરી તેમની કામગીરી અને તેમના બલિદાન ને યાદ કરી સૌએ નમન કર્યા હતા. ડો.બાબા સાહેબ આંબેડકર નો જન્મ દિવસ એ અધિકાર દિવસ તરીકે પણ ઓળખાય છે ત્યારે આ દિવસે બાબા સાહેબના સાનિધ્યમાં રહી પોતાનો અધિકાર.માંગવા સરકાર સામે દેખાવો કર્યો હતો.

બેનર, પ્લેકાર્ડ લાઇને શિક્ષકો એ પોતાની માંગો ને લઈને કર્યો દેખાવો બાબા સાહેબની પ્રતિમા સામે ધારાસભ્ય પીડી.વસાવાને આવેદન પત્ર આપ્યું હતું. ધરાસભામાં અને શિક્ષણ.મંત્રી નાણાં મંત્રી સૌને તેમની રજૂઆતો પહોંચાડવા અને તેમની માંગો પુરી થાય એ દિશામાં પ્રયાસ કરવા ધારાસભ્ય પી.ડી.વસાવા એ આશ્વાસન આપ્યું હતું.જરૂર પડે શિક્ષકો સાથે રહી ગાંધીનગર સુધી રજુઆત કરવા પણ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...