નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ બહાદુર વસાવા અને ગુજરાત પ્રદેશ બિટીટીએસ પ્રમુખ ચૈતર વસાવા અને બિટીપી આગેવાન મહેશ ગેબુ વસાવા સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ ગુજરાતના રાજ્યપાલને આ મુદ્દે લેખિત રજુઆત કરી છે.
એમાં જણાવ્યું છે કે વિજય રૂપાણી સરકારના મંત્રીઓએ પણ 14 જિલ્લા અને 53 તાલુકાઓમાં ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કર્યા તો એમની સામે કેમ ફરિયાદ ન થઈ.ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પરવાનગી લીધી હતી તે છતાં ડેડીયાપાડા ધારાસભ્ય સહિત 16 આગેવાનો પર રાજકીય કિન્નખોરી રાખી ફરિયાદ કરી એ આદીવાસી સમાજનું અપમાન છે, આ કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ પણ બન્યો નથી.વિશ્વ આદિવાસી દિવસનું આદીવાસી સમાજમાં મહત્વ ઘણું છે.
આદીવાસી સમાજની એકતા અને જાગૃતતા જોઈ ગભરાયેલી સરકારે બીજી વાર આદિવાસીઓ ભેગા ન થાય એ માટે ખોટી ફરિયાદ દાખલ કરાવી છે.આદીવાસી સમાજ પોતાનો તહેવાર શિસ્તબદ્ધ રીતે ઉજવે છે ત્યારે બદલાની ભાવનાથી ફરિયાદ થાય છે. જો સરકાર અને તંત્ર આ કેસ પાછો નહિ ખેંચે તો આદિવાસી સમાજ જેલ ભરો આંદોલન કરશે અને આદીવાસી વિસ્તારમાં જાહેર સરકારી કાર્યક્રમોનો વિરોધ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.