• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajpipla
  • Delay In Fire NOC, Seal Of 3 Schools In Rajpipla, Rush To Take NOC Of Administrators Of Other Institutions Including Schools And Colleges In Palika Patt.

કાર્યવાહી:ફાયર NOCમાં ઢીલ, રાજપીપળાની 3 શાળા સીલ, પાલિકા પટમાં આવતાં શાળા-કોલેજ સહિતની અન્ય સંસ્થાના સંચાલકોની NOC લેવા દોડધામ

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળ બાદ હાલ 6થી 12 ધોરણની સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થઇ જતાં શાળાઓમાં વિદ્યાર્થીઓની ભીડ થતી હોય સુરત ડિવિઝન અને સરકારની સૂચના મુજબ રાજપીપલા નગરપાલિકા દ્વારા ફાયર સેફટીની વ્યવસ્થા અને NOC રીન્યુ કે નવી લેવા શહેરની તમામ શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, હોટેલો આરામગૃહોને તબ્બકાવાર નોટિસો પાઠવી છતાં સંચાલકોએ ફાયર સેફટી અંગેનું NOCના મેળવતા પાલિકા ચીફ ઓફિસર રાહુલ ઢોળીયા એક ટીમ બનાવીને પોતે સાથે રહી ત્રણ સ્કૂલોને તાળા મારી સીલ મારવામાં આવી. હવે આ શાળાઓ જ્યાં સુધી NOC નહિ મેળવે ત્યાં સુધી સ્કૂલોને મારેલું સીલ નહિ ખોલવામાં આવે અને બાળકોના શિક્ષણ પર અસર પડશે.

જે બાબતને લઈને શાળા સંચાલકોએ રાજપીપલા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. રાજપીપલાની સ્કૂલ નવદુર્ગા હાઈસ્કૂલ, રાજેન્દ્ર હાઈસ્કૂલ, ગવર્મેન્ટ હાઇ સ્કૂલને નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવે તાળા બંધી કરાઈ છે. ત્યારે હવે વાંક કોનો ગણાવો સરકારની સૂચનાથી કામ કરનાર પાલિકા તંત્ર કે બે ત્રણ વાર નોટિસો આપવા છતાં NOC લેવા બેદરકારી દાખવતા સ્કૂલ સંચાલકો પરંતુ આ વાંક ગણાવા કરતા બાળકોનું શિક્ષણના બગડેએ જોવું જરૂરી છે. સ્કૂલ સંચાલકો હાલ NOC લેવા દોડધામ કરી રહયા છે. અને સ્કૂલને તાળા માર્યા હોય શિક્ષકો ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવા મજબૂર બન્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે સ્કૂલોમાં તાળાબંધી કરાઈ છે એ સ્કૂલોના વિધાર્થીઓનું હાલ ભણતર અટકી ગયું છે. કેમકે માંડમાંડ વિધાર્થીઓનું ભણતર શરૂ થયું અને ફાયર સેફ્ટીને કારણે શાળાઓ બંધ કરાઈ છે. વળી આગામી 18 તારીખથી શાળાઓમાં પ્રથમ એકમ કસોટી શરૂ થઈ રહી છે. અને શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ રાખવા હુકમ કરાયો છે.

સંચાલકો બાંહેધરી આપશે તો શાળા ખોલી શકશે
પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે બાળકોના શિક્ષણને લઈને જો સ્કૂલો લેખિત બાંહેધરી આપે કે આટલા દિવસમાં જરૂરી NOC લઇ લેશે તો સ્કૂલ ખોલી નાખવામાં આવશે. સંચાલકો ઉંચી ફી વસૂલી જો કોઈ વાલી ફીના ભરે એવા બાળકનું શિક્ષણ બંધ કરી દે ત્યારે શિક્ષણની ચિંતા કરતા નથી અને બે ત્રણ નોટિસો આપવા છતાં તેમણે કોઈ કાળજી ના રાખી અને હવે શિક્ષણ બગાડવાની વાતો કરે છે.

અન્ય સમાચારો પણ છે...